________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
૪૯૧ માટે હે ભકે ! પુરુષોને દ્વેષ કરવાના આગ્રહરૂપ આ તારા દેષને તું ત્યાગ કર. મનુષ્ય સંબંધી દુર્લભ જન્મ પ્રાપ્ત કરીને તેને વૃથા કેમ ગુમાવે છે ? ૪૯૨ પોપટનાં તે વચન સાંભળ્યા પછી કુમારી બેલી -“હે પોપટ ! તે મને જે કહ્યું તે યોગ્ય છે, પણ પુરુષોનું નિર્ગુણપણું મેં પ્રત્યક્ષ જોયું છે, સાંભળ. ૪૯૩ પૂર્વ જન્મમાં નંદા નામની હું એક બ્રાહ્મણી હતી. મારો જન્મ શુદ્ધ કુળમાં થયો હતો અને સદડ નામનો બ્રાહ્મણ મારો પતિ હતો. અમે નંદિગ્રામમાં રહેતાં હતાં. ૪૯૪ હું મારા પતિના જમ્યા પછી જમતી હતી. સૂના પછી સૂતી હતી અને બેઠા પછી બેસતી હતી. જેમ શરીરની છાયા શરીરને અનુસરે છે તેમ, હું પણ સર્વ વિષયમાં મારા પતિને અનુસરી રહેતી હતી. ૪૫ એક સમયે લોકેાના અભાગ્યને લીધે એ દેશમાં દુષ્કાળ પડ્યો, જેથી સર્વ લોકો માતા પુત્ર આદિથી રહિત થઈને દુઃખી થઈ પડયા. ૪૯ તે પછી સુધાથી વ્યાકુળ થઇને કાઈ કોઈ લેકે ત્યાંથી વિદેશ તરફ નીકળી ગયા, ત્યારે મારો પતિ પણ મને છોડીને બીજા કોઈ દેશમાં જવા તૈયાર થશે. ૪૭ એ વખતે મેં તેને કહ્યું કે, “હે પ્રિય! મને અહીં મૂકીને તમારે અહીંથી જવું તે યોગ્ય નથી. સર્પ વિના બીજે કયે પુરુષ પોતાની પ્રિય કાંચળીને ત્યાગ કરે ?” ૪૯૮ ઈત્યાદિ યુક્તિવાળાં સુવાકયોથી મેં જ્યારે ખૂબ કહ્યું, ત્યારે મારા પતિની ઇબ ન હોવા છતાં પણ હું તેમની પાછળ પાછળ નીકળી શકી. કેમકે સંધ્યા સૂર્યની પાછળ કેમ ન જાય ?૪૯૯ એક સમયે જંગલમાં અમે મુસાફરી કરી રહ્યાં હતાં તે વખતે રાત્રિના સમયે હું નિદ્રાવસ્થામાં પડી હતી ત્યારે મને ત્યાં એક્લી મૂકીને મારે પતિ કયાંક ચાલ્યો ગયો. ૫૦૦ પછી હું જાગી અને મેં મારા પતિને જ્યારે કયાંય ન જોયો ત્યારે ભાંગી ગયેલી લતાની પેઠે એકાએક મૂછિત થઈને હું પૃથ્વી પર ઢળી પડી; ૫૦૧ અને મૂચ્છ ઉતરી
( ૨૦ )
For Private and Personal Use Only