________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાત્રદાન વિષે શખરાજ થા.
૫૭૩
દેવીએ કહ્યું કે, હે વત્સ ! એટલ, હું તારૂં કયું કાર્ય કરૂં ? તે સાંભળી શખે કહ્યું કે, હે દૈવિ ! કાગડા જેમ બાળકના હાથમાંથી પૂરી લઇ જાય તેમ, કાઇએ આવીને સ્વયંવરમાંથી રાજપુત્રીનું હરણ કર્યું છે. ૫૭૪ જો કે સ્વયંવરમાં ઘણા રાજાએ એકઠા મળ્યા હતા, છતાં તેઓના દેખતાં આગળના ભાગમાંથી જ કાઇએ રાજકુમારીનું હરણ કર્યું છે અને તે હરણ કરનારા કાઇ એક સિદ્ધની પેઠે રાજકન્યાનું હરણ કરીને કર્યાં ગયા છે તે જાણવામાં આવતું નથી,પ૭પ માટે હે દેવ ! જ્ઞાનદ્વારા જાણીને તમે મને કહેા કે તે કન્યા કયાં ગઇ છે અને કાણે તેનુ હરણ કર્યું છે ? જેથી તમારી કૃપાને લીધે તેને હું અહીં લાવું. ૧૭૭ પછી દેવીએ કહ્યું:—“હું વત્સ ! તે રાજકન્યાનું જેણે હરણ કર્યું છે તેને હું જાણું છું, માટે તું કહે તે એક ક્ષણુવારમાં હું તને ત્યાં લઇ જાઉ. ” પણં તે સાંભળી બહુ સારૂ ” એમ શંખકુમારે કહ્યું, એટલે દેવીએ જે સ્થળે પેલી કન્યાને રાખવામાં આવી હતી ત્યાં આકાશમાર્ગે તેને લાવી મૂક્યા, ૫૭૮ એ રીતે મણિના અલંકારોથી શાલી રહેલા તે કુમારને દેવીએ ત્યાં ઉતારી મૂકયો ત્યારે, તે સદાચારી પુરુષ, માતાએ પૃથ્વી પર મૂકેલા બાળકની પેઠે ત્યાં આમ તેમ ક્વા લાગ્યા. પ પછી દેવી તા ત્યાંથી અંતર્ધાન થઈ ગઇ અને શંખકુમાર પણ ત્યાંથી આગળ ચાલવા માંડયા તેવામાં ઐાદ્ધસંપ્રદાયની પેઠે અત્યંત શૂન્ય એવું ક્રાઇ એક નગર તેના જોવામાં આવ્યુ. ૫૮૦ એ નગર વિન્ધ્યાચલ પર્વતની પેઠે સુંદર હાઇને આસપાસ પડેલા મમત્ત હાથીઓથી વ્યાપ્ત હતું, વેશ્યાના વાસમાં જેમ ભાગી પુરુષા કાંચળીઓ છેાડી રહ્યા હોય તેમ અનેક સર્પાએ તે નગરમાં કાંચળીએ છેાડેલી જોવામાં આવતી હતી,૧૮૧જેમ* ક્રાઇ એક ધાર્મિક રાજાના રાજ્યમાં દારૂનાં પીઠાઓનુ
..
* અહીં મૂળમાં શબ્દાલંકારની દૃષ્ટિએ તથા સંસ્કૃત વાક્ય
( ૯ )
For Private and Personal Use Only