________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
તે તમને યોગ્ય નથી.”૬૩૫ એ પ્રમાણે નગરવાસી લોકોએ રાજાને ઘણું કહ્યું તે પણ તે સર્વ, વજમાં નખના લખાણની જેમ વ્યર્થ થયું. ૬૩૬ અને ઉલટા જાણે અપરાધી હોય તેમ, કઠોર ભાષણ કરનારા ઉદ્ધત નીચ માણસો દ્વારા ધક્કા મરાવીને રાજાની આજ્ઞાથી તેઓને કાઢી મૂકવામાં આવ્યા.૬૩૭ તે પછી સરદેવ પિતાની સ્ત્રીને વિયાગરૂપ અગ્નિથી અંતઃકરણમાં અત્યંત બળવા લાગ્યો અને વૃક્ષની પિઠ સુકાવા લાગ્યા.૬૩ જેમ ચક્રવાક પક્ષી પ્રિયાના વિરહથી વિફળ થઈને વિલાપ કરે તેમ, એ વિલાપ કરવા લાગ્યો અને જેમ કેાઈ તૃષાતુર મનુષ્ય સવરની આસપાસ ભમ્યા કરે તેમ, રાજમહેલની આસપાસ ભમવા લાગ્યા.૬૩૯ તેને, તાપથી તપેલા મનુષ્યની પેઠે માણસોમાં, વનમાં, કઈ રંગમેળાપમાં, ગામડામાં કે ધનમાંકે પણ સ્થળે આનંદ મળતો ન હતો. ૪૦ એક દિવસે દુઃખથી વ્યાકુળ થઈને કોઈ એક બગીચામાં તે ગયો અને ત્યાં કેઇ એક શૈવ તપસ્વીનાં તેને દર્શન થયાં. પેલા તાપસે તેને પોતાનાં દુ:ખનું કારણ પૂછયું.૬૪૧ ત્યારે તેણે અતિ સર્વ વૃત્તાંત તેની આગળ કહી સંભળાવ્યું. પછી પેલા તાપસે દુઃખી માણસને જેમ ઔષધ આપે તેમ તેને ઉપદેશ આવે અને તે ઉપદેશવડે એક ક્ષણવારમાં મેહનો ત્યાગ કરી વૈરાગથી તેણે દીક્ષા લીધી. ૬૪૨-૪ એ દીક્ષાનું ઘણા કાળ સુધી પાલન કર્યું અને અંતે આયુષ પૂર્ણ થયે મરણ પામીને તેજ હું રાક્ષસદ્વીપમાં રાક્ષસોને નાયક થયા.૬૪૪ મેં વિલંગજ્ઞાનથી જાણું લઈને જિતશત્રુ રાજાનો નાશ કર્યો અને તેના આ દેશને પણ વેરભાવથી ઉજડ કર્યો.૬૪૫ જે લોકો આ દેશમાં રહેતા હતા તેઓ સર્વે, મારા અત્યંત ભયથી જીવિત લઈને કાગડાઓની પેઠે સત્વર નાસી ગયા.૬૪૬ પછી તે દિવસથી આરંભીને હું રાક્ષસીપમાંથી આવી આવીને કઈ કઈ સમયે મારા જાતીય રાક્ષસોની સાથે અહીં ક્રીડા કરું છું અને
( ૧૦૬ )
ત્યારે તેણે એક
માણસને જેમ આ
મહિનો ત્યાગ
For Private and Personal Use Only