________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાત્રદાન વિષે શંખરાજ કથા.
-
-
-
- -
-
-
-
-
-
-
-
જઈ પહોંચે. ૭૩૦ તે વખતે રાજ નરોત્તમે પોતાના પુત્રનું આગમન જ્યારે જાણ્યું ત્યારે, ચંદ્રના આવવાથી જેમ સમુદ્ર આનંદ પામે તેમ, હર્ષ પામીને રોમાંચિત થઈ ગયો. ઉ૩૧ તેણે આખા નગરમાં માચડા, ધ્વજાઓ, પતાકાઓ વગેરે બંધાવવાની આજ્ઞા કરી, તેમજ વાળી–ઝાડીને સાફ કરવામાં આવેલા નગરમાં મોટા મોટા ઉત્સવ કરવાની પણ આજ્ઞા કરી. ૭૩ ૨ અને તે આશાને નગરના રક્ષક પુરૂષોએ સર્વ ઠેકાણે જ્યારે અમલમાં મૂકી દીધી ત્યારે, રાજા પોતાના અંતઃપુર અને પરિવારની સાથે નગરમાંથી બહાર નીકળ્યો. ૭૩૩ પેલી તરફ શંખ પણ પોતાના પિતાને આવતે જોઇ હાથી ઉપરથી નીચે ઉતરી પડ્યો અને પિતાની આગળ જઈ દેવના કઈ યાત્રિકની પેઠે પૃથ્વી પર લેટી પડવા-પિતાને સાષ્ટાંગ પ્રણિપાત કર્યો. ૭૩૪ પછી રાજા પણ હાથી ઉપરથી ઉતરીને કુમારની સામે ગયે એટલે તેઓ બન્ને પિતા-પુત્ર અન્યને મળ્યા. ૭૩પ તે વેળા શંખકુમારે અત્યંત ભક્તિપૂર્વક પિતાના ચરણમાં પ્રણામ કર્યા અને પિતાએ પણ પુત્રને છાતી સાથે ચાંપીને મસ્તક પર ચુંબન કર્યું. ૭૪૬ પછી કાર્તિક સ્વામી જેમ પાર્વતીના ચરણમાં વંદન કરે તેમ, શંખકુમારે પિતાની માતાના ચરણમાં વંદન કર્યું ત્યારે, તેની માતા પણ હર્ષનાં અશ્રુ વરસાવતી પુત્રને ભેટી પડી. છ૩૭ તે સમયે માતાનાં એ હર્ષાશ્રુનાં જળથી શંખકુમારના શરીર પર રોમાંચના અંકુર ફૂટી નીકળ્યા તે તે યોગ્ય જ ગણાય પણ આશ્ચર્ય એ બન્યું કે તેના શોકની લતા એ હર્ષાશ્રુના સિંચનથી એકદમ સૂકાઈ ગઈ. (અર્થાત માતાનાં હર્ષાશ્રુથી શંખકુમારને રોમાંચ થયાં અને તેને શોક દૂર થયો.)૩૦ પછી શંખકુમાર પ્રસન્ન થઈને બીજી માતાઓના ચરણમાં પણું પડે એટલે તે સર્વ માતાઓએ આવારણું લઈને આશીર્વાદ આપ્યા.૭૩૯ તેમ જ બીજા પોતાના પરિવાર
( ૧૧૫ )
For Private and Personal Use Only