________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
એ પ્રમાણે તે લેખનો અર્થ વિચારીને. મયુરનો શબ્દ સાંભળીને જેમ બાલા ઉત્કંઠિત થાય તેમ પોતાના પિતાનું દર્શન કરવા માટે તે ઉત્કંઠિત થયો. ૭૨૨ તેણે પોતાના મિત્રને બોલાવીને બન્ને રાજ્યની સંભાળ રાખવા ભલામણ કરી અને પોતાના પિતાને મળવા માટે શુભ દિવસે ત્યાંથી પ્રયાણ કર્યું. ૭૨૩ એ સમયે તે રક્ષક રાજાની પાછળ અનંત સામંત, રાજાઓ અને અનેક મોટા અમા, ચતુરંગી સેના સાથે કુટુંબી તરીકે ચાલતા હતા.૭૨૪વળી તે વખતે હાથીઓના ગંડસ્થલના અગ્રભાગમાંથી ઝરતી મદધારાઓથી પૃથ્વીમંડળ છંટાઈ રહ્યું હતું અને પછી તે ઉપર મનુષ્ય આદિ સર્વ પ્રાણીઓનાં પગલાં પડતાં હતાં, જેથી તેને દેખાવ સવળા પાથરી દીધેલા ચંદરવા જેવો જણાતો હતો. ૭૨૫ પૃથ્વી પર ચાલતાં રાનાં પિડાંથી આકાશમાં જે ધૂળ ઉડી હતી તે સર્વ પ્રદેશમાં ઘમઘાર છવાઈ ગઈ હતી અને તેમાં સુવર્ણની છડીઓના ચમકારા, મેધમાં વીજળી ઝબકતી હોય તેવા પ્રકાશી રહ્યા હતા. ૨૬ ચાલતા ઘોડાઓનાં પગલાંઓથી પૃથ્વી પણ શત્રુઓના ઉચ્ચાટન માટે સર્વત્ર મૂકી દીધેલા ઠકારોથી વ્યાપ્ત હોય તેવી જણાતી હતી. ૭૨૦ સેનામાં વિશાલ દ્વાલને ધારણ કરનારા પાળાઓ, તાર્ક્સ (એટલે ગરુડ તથા ઘોડે) એવા પોતાના નામ ઉપરથી ઘડાઓ પરના સ્નેહને લીધે અનેક સ્વરૂપ ધારણ કરીને ગરુડ પોતે જ જાણે ત્યાં આવ્યો હોય તેવા શેલતા હતા. (કેમકે, તેઓએ હાથમાં પકડેલી ઢાલે પાંખના આકારની દેખાતી હતી. ) 9૧૮ એ રીતે લાખો લોકે ગાડાં, બળદ, ઉંટ, ગધેડાં તથા ખચ્ચર સાથે લઈને તે રાજાની સાથે એ વેળા ચાલ્યાં હતાં. ૭રે રાજા રાંખ દરેક ગામે તથા પ્રત્યેક નગરે જુદી જુદી ભેટોને ગ્રહણ કર્યો જતો હતો અને યાચકેને યથેષ્ઠ દાન આપે જતો હતો. એમ કરતાં કરતાં અનુક્રમે તે રત્નપુર પાસે
( ૧૧૪)
For Private and Personal Use Only