________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
આટલો બધો આગ્રહ પકડવાનું કારણ શું? શા માટે બધાએ કહ્યું છતાં અને ગધેડે માર્યો છતાં તે તેનું પૂછડું છોડવું નહિ ૮ ત્યારે તેણે કહ્યું કે, હે દેવ મારી માતાએ મને કહ્યું હતું કે, હે પુત્ર ! તું હરકેઈ કામમાં આવો શિથિલ છે, તેથી તું તારું પેટ કેવી રીતે ભરીશ? માટે તારે બીજા કાઈ, જે કંઈ કરવાનું કહે તેમાં ખૂબ આગ્રહ પકડી રાખવો, જેથી લેકામાં સદાકાળ તું પ્રિય થઇ પડીશ. ૭૭૯-૭૮૦ આ મારી માતાની શીખામણથી મેં ખૂબ આગ્રહ કરીને પૂછડું છોડયું ન હતું. કેમકે, એ ગધેડાના માલીકે “ આ ગધેડાને તું પકડી રાખ ” એમ મને કહ્યું હતું.૮૧ આ પ્રમાણે સાંભળીને ગામધણીએ પિતાના મનમાં વિચાર કર્યો કે, આ તરુણ અત્યંત મુગ્ધ છે-અજ્ઞાની છે, માટે આને મારા નીતિગૃહમાં રાખીને હું શિક્ષણ આપું. ૭૮ર આ મનમાં વિચાર કર્યા પછી તેણે પેલા મુગ્ધ માણસને પોતાના ઘર કામમાં ની અને ખાવામાં તથા વસ્ત્ર પહેરવાં વગેરેમાં તેના પર દયાને લીધે હમેશાં શિખામણ આપવા માંડી છ૮૩ એક દિવસે ભોજન વખતે તે ગામધણ ગામલોકોની સભામાં બેઠો હતો, ત્યારે તેની સ્ત્રીએ તેને બોલાવવા માટે પેલા મુગ્ધ યુવાનને મોકલ્યો.૭૮૪ તેણે ત્યાં સભામાં જઈને પિતાની મૂર્ખાઈથી સર્વ લોકાના સાંભળતાં મેટા શબદથી ખુલ્લી રીતે કહ્યું કે, ચાલે, રાબ થંડી થઈ જાય છે. ૭૮૫ તે સાંભળીને સર્વ સહવાસી લેકે “અહો ! આ ગામધણી છે, છતાં રાબ ખાય છે” આવી ગામધણીની હાંસી કરી અને પછી તે ગામધણું પણ “આની મૂર્ખતાને ધિક્કાર છે” આમ મનમાં વિચાર કરતા ઘેર ગયો.૮૬ તેણે મૂખને એકાંતમાં બેસાડીને કહ્યું,
અલ્યા ! હું જ્યારે સભામાં બેઠો હઉ, ત્યારે તારે જે કંઈ કહેવાનું હોય તે કહેવું નહિ; પણ સભામાંથી હું ઉઠું ત્યારે જ
( ૧૨૦ )
For Private and Personal Use Only