________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
કરનારી થઈ અને રાગી થઈને રાજાને અત્યંત આકર્ષક થઈ પડી. ૭૦૦ અહો ! શંખરાજાને ધન્યવાદ જ અપાય. કેમકે, તેણે પરોપકાર કરવામાં તત્પર થઈને પિતાના અલ્પ સમયના પ્રીતિપાત્ર મિત્રને આખું રાજ્ય આપી દીધું. ૭૦૧ અરે ! વિધાતા પિતે પણ રાજાને કદી મિત્ર કરી શકતો નથી, પરંતુ આ તે કોઈ અપૂર્વજ વિધિ બન્યો કે રાજાએ પોતાના મિત્રને રાજા બનાવ્યા. ૭૦૨ હવે આ તરફ શ્રીશંખરાજ, શ્રીમાન પતનપુર નગરમાં નગરવાસી સર્વ લેકેનું ઘણુજ શાંતિથી શાસન કરી રહ્યો હતો. ૦૩ તે, શ્રીરામની પેઠે ન્યાયથી સર્વત્ર પૂજ્ય થઈ પડ્યો અને તેના રાજ્યમાં કોઈ પણ ઠેકાણે
તમે મને આપો ” એવું વચન ઉચ્ચારવામાં આવતું ન હતું અર્થાત્ તેના રાજ્યમાં કોઈ પણ સ્થળે કઈ યાચક ન હતો. ૭૦૪ એ રાજાને યશ મોગરાના પુષ્પ સમાન તથા ચંદ્ર સમાન ઉજજવળ હેને આકાશમાં ફેલાઈ ગયો હતો અને જગત ઉપર ધોળા રેશમને જાણે ચંદરવો હોય તે શોભતો હતો. ૭૦૫ એ રાજા ઉપર ન્યાયને લીધે લોકોની પ્રીતિ થઈ, લેપ્રીતિથી અદ્દભુત સંપત્તિ પ્રાપ્ત થઈ, સંપત્તિથી દાન અને દાનથી યશ પ્રાપ્ત થશે. આ રીતે સર્વ ઉત્તરોત્તર તેને પ્રાપ્ત થયું. ૦૬ વળી એ રાજાએ પોતાની બુદ્ધિરૂપ સૂત્ર ( બાંધવાની દેરી ) થી શત્રુને વશ કર્યા; કેમકે જે કામ ગોળ આપવાથી થતું હોય તેમાં ક માણસ ઝેરનો ઉપયોગ કરે ! ૭૦૭ તે પછી કેટલાએક ભાગ્યશાળી રાજાઓ, પિતાની કન્યાઓને ભેટ રૂપે લાવીને અત્યંત આનંદથી શંખરાજાને પરણાવવા લાગ્યા. ઉ૦૮ અને શંખ રાજાએ જુદા જુદા દેશોમાં ભ્રમણ કરતી વેળા જે જે સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા હતાં તેઓ સર્વને પણ તેણે આદરસત્કારપૂર્વક ત્યાં તેડાવી લીધી. ૭૦૯ એ રીતે મહા સંમૃદ્ધિવાળાં બે રાજ્યોને તે સ્વામી થયો અને સૂર્યની પેઠે પ્રતાપી થઈને સર્વોત્તમ પ્રસિદ્ધિને
( ૧૧૨ )
For Private and Personal Use Only