________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાત્રદાન વિષે શંખરાજ કથા.
જાય છે ( અસ્ત પામે છે ) ત્યારે પોતાના કેશને ( ખજાનાનેકળાને ) પૃથ્વી પર ગુપ્ત કરી રાખે છે, (સંકેચી દે છે, ) છતાં આ શંખરાજના હસ્તક મળે તો પોતાના મિત્રને દીનાવસ્થા ભોગવી રહેલે જોઇને કેશ-ખજાનાને ઉલટો–પ્રફુલ્લ કર્યો-ખુલ્લી રીતે અર્પણ કર્યો. ૯૦ વળી તે શેખરાજાએ અત્યંત ભક્તિપૂર્વક સત્કાર કરીને પેલી દેવીને રજા આપી તથા પેલા યક્ષને પોતાના રાજ્યના અધિછાયક સર્વ દેવોનો રાજા બનાવ્યો. ૬૯૧ તેવામાં પેલા રાક્ષસે આવીને વિનંતિ કરી કે હે દેવ ! પેલા ઉજજડ દેશને તથા નગરને હવે વસાવે. ૬૯૨ આ પ્રાર્થનાને શંખરાજા નિષ્ફળ કરી શક્યો નહિ. તેણે રાક્ષસનું વચન સ્વીકારીને પેલા ક્ષત્રિય મિત્ર સામે દષ્ટિ કરી. ૪૯૭ એટલે તે બુદ્ધિમાન મિત્રે પણ પૃથ્વી પર મસ્તક નમાવીને રાજાને વિનતિ કરી કે, હે દેવ ! હું આપને અનુચર છું મને આજ્ઞા આપીને આપ મારા પર કૃપા કરે. ૬૯૪ પછી રાજાએ કહ્યું કે, તું આ રાક્ષસ સાથે જા અને ત્યાંના ઉજ્જડ દેશને તથા નગરને સારી રીતે વસાવ. ૫ તું એ દેશના એશ્વર્યને સ્વીકાર કરી સુખેથી રહેજે અને ચોગ્ય સમયે આવીને ફરીથી મારી દૃષ્ટિને અતિથિ થજેમને મળજે. ૯૬ “ જેવી આશા ” એમ કહીને તે પેલા રાક્ષસ સાથે વિમાનમાં બેસીને ત્યાં ગયો અને ક્રમે ક્રમે તે નગરને તેણે વસાવ્યું. ૬૭ તેમજ પેલા રાક્ષસે પણ સર્વ ઠેકાણે ભ્રમણ કરીને સર્વ લેકને ત્યાં મેળવી આપ્યા અને આખા દેશને સારી રીતે વસતિવાળો કર્યો. કેમકે દેવનું ધાર્યું શું ન થઈ શકે ? ૬૯૮ પછી રાક્ષસ, તે ક્ષત્રિયને ત્યાં રાજા તરીકે સ્થાપીને પિોતે જ્યાંથી આવ્યા હતા ત્યાં ચાલ્યો ગયે. અને પાછળથી તે રાજાએ પણ ઉત્તમ પ્રકારની નીતિથી સર્વ કંઈ સ્વસ્થ કર્યું; ૪૯૯ ત્યાંની સર્વ પ્રજાઓ પણ જળની પેઠે એ રાજા વિષે અત્યંત આસક્ત બની, સંતાપને હરણ
( ૧૧૧ )
For Private and Personal Use Only