________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાત્રદાન વિષે શંખરાજ કથા.
લગ્ન કર્યા.૬૬૯ એ સમયે જ્યારે પહેરામણી આપવાને વખત આવ્યું, ત્યારે રાજાએ મનમાં વિચાર કર્યો કે, કન્યાને લાવી આપનારા હરકેઈ પુરુષને મારું અધું રાજ્ય આપી દેવાને તો મેં સ્વીકાર કર્યો જ છે, જેથી અધું રાજય તો મારે આને આપવાનું જ છે; વળી મારે પુત્ર નથી માટે કોઇ સુપાત્રને જેમ માત્ર આપવામાં આવે તેમ, આને મારું સમગ્ર રાજ્ય અર્પણ કરી દઉં.૬૭૦-૬૭૧ આ વિચાર કરી તેણે મંત્રીઓ, સામંત તથા રાણીઓની પણ તે બાબતમાં સંમતિ લીધી અને પછી શંખકુમારને પિતાના મહેલ ઉપર લઈ જઈને પિતાના આસન ઉપર તેને બેસાડી દીધા. ૧૭૨ પછી રાજાએ તેના લલાટમાં ભાગ્યરૂપ આવાસની સ્થિરતા કરવા માટે જાણે શાસનરૂપ પટ્ટી મારવામાં આવતી હોય તેમ, ચંદનનું તિલક કર્યું, ૬૭ અને ડાબા તથા જમણે હાથથી તેનું મસ્તક પકડી રાખી, જાણે અક્ષર લખતો હેય તેમ, તિલક ઉપર ચોખા ચઢળ્યા.૭૪ તે પછી રાજા, પતિ મસ્તક નમાવીને તે રાજકુમારને નમ્યો એટલે મસ્ત્રીઓ, સામત તથા સર્વ નગરવાસીઓ પણ તેને નમ્યા.૬૫ તે સમયે માંગલિક આચારની પ્રવૃત્તિ ચાલુ થઈ, વારિત્રો વાગવા લાગ્યાં, મંગલધ્વનિ થવા લાગ્યાં અને રાજાની રાણીઓના તથા ભાટ ચારણના જયજય શબ્દ થઈ રહ્યા.૬૭૬ જેમ વિખરુની અધોગના લક્ષ્મી છે તેમ, શંખકુમારની મુખ્ય પટ્ટરાણું તરીકે મદનમંજરીને પણ તેની સાથે અભિષેક કરવામાં આવ્યો. એ રીતે રાજાએ પિતાનાં નગર, ખાણ, ઉત્તમ ગામે, મહેલો, ખજાના, ઘેડ તથા હાથીએ-આ સર્વ તથા બીજું જે કંઈ હતું તે બધું રાજકુમારને અર્પણ કરી દીધું. ૮ માત્ર એ રાજકુમાર પિતે લગભગ સર્વ વિષયોને જાણતાજ હતા, જેથી રાજાએ તેને શિખામણ આપવી અગ્ય માનીને કોઈ પ્રકારની શિખામણ આપી નહિ. કેમકે સરસ્વતી
( ૧૦૯)
For Private and Personal Use Only