________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
કહ્યું અને એક શખકમાં
વર્ગ તથા નગરવાસીઓએ પણ શંખકુમારે જ્યારે નમસ્કાર કર્યા ત્યારે યથાયોગ્ય–જેને જે ઘટે તે પ્રમાણે તેને કહ્યું.૭૪૦ જેમકે કેઈએ કહ્યું કે, તું લાંબા કાળ સુધી છવ, કેઈએ વળી કહ્યું કે, તું લાંબા કાળ સુધી આનંદમગ્ન રહે, કોઈએ કહ્યું કે, લાંબા કાળ સુધી તું પૃથ્વીનું પાલન કર, અને કેાઈએ વળી કહ્યું કે, તારી પ્રતિદિન ચઢતી થાઓ તથા તું સમૃદ્ધિમાન થા. આ પ્રમાણે નગરવાસીઓએ તેને અભિનંદન આપ્યું.૭૪૧ પછી શંખકુમારની સર્વ સ્ત્રીઓ, પિતાની સાસુઓને પગે પડી અને નગ્ન થઈને તેઓએ સાસુઓએ
આપેલા આશીર્વાદેને સ્વીકાર કર્યો.૭૪૨ તે પછી નરોત્તમ રાજ, પિતાના પુત્ર જયંતની સાથે ઇન્દ્ર જેમ ઐરાવત હાથી ઉપર બેસે તેમ, શંખકુમારની સાથે એક મુખ્ય હાથી ઉપર બેઠે.૪૩ એ વખતે મનુષ્યના હર્ષપોકાર થવા લાગ્યા, ભેરીઓના ભણકારા સંભળાવા લાગ્યા અને બીજા પણ મોટાં મોટાં વાદિ વાગવા લાગ્યાં.૭૪૪ બીજી તરફ સ્તુતિપાઠકને જયજયધ્વનિ થઈ રહ્યો ને ઘોડાઓના હણહણાટથી દિશાઓ ગાજી ઉઠી. આ રીતે સર્વ પ્રદેશને કેવળ શબ્દમય કરતે રાજા નરોત્તમ, નગરમાં દાખલ થયો.૭૪૫ તે વેળા નગરની સ્ત્રીઓ, હર્ષના હાસ્યથી સુશોભિત જણાતી દાંતની કાંતિથી પિતાના અધરોષ્ઠને વ્યાપ્ત કરી દઈ, સ્પૃહાપૂર્વક શંખકુમારને માંહેમાંહે બતાવવા લાગી.૪૬ દૂધની મલાઈ જેવા ઉજજવળ સ્ત્રીઓના ટાક્ષ, શખકુમારના પ્રત્યેક અંગમાં તે વખતે લાગી પડવા, જેથી તેનું આખું શરીર ખરેખર શંખના જેવું જ ગૌર બની ગયું.૭૪૭ નગરની દરેક દુકાનેએ, પ્રત્યેક ઘરે તથા દરેક શેરીએ જાતજાતનાં ભેટjઓથી નરોત્તમ રાજાને સત્કાર કરવામાં આવે અને પછી પિતાના મહેલમાં તે આવ્યો.૪૮ ત્યાં પેલા યક્ષે મહા તેજસ્વી શંખકુમારનું ચરિત્ર જ્યારે તે નગરમાંથી બહાર નીકળ્યો હતો
( ૧૧૬ )
For Private and Personal Use Only