________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨. સુંદરી નામની અનન્ય રૂપસંપત્તિવાળી કન્યા તેને ઘણાજ આનંદથી પરણાવી.૬ ૧૭ એટલે તે પોતાની સ્ત્રી સાથે ઘણાજ રાગપૂર્વક વિષયોને સેવવા લાગ્યો, અને તેણી સાથે સ્નેહને આત્યંતર રસ તેને પ્રાપ્ત થયા.૬ ૧૮ તે પછી પોતાનો પિતા મરણ પામ્યો ત્યારે સુરદેવ પોતાનું ધન સાથે લઈને વિશેષ જોગસંપત્તિ માટે પોતનપુર નગરમાં ગયો.૧૮ ત્યાં તેણે એક મહેલ લીધે અને તેમાં પેલી સ્ત્રી સાથે રહીને તેમજ પોતાની ઈચ્છાનુસાર ધન વ્યય કરીને તે અતુલ આનંદ કરવા લાગ્યો.૨૦ ક્રમે ક્રમે તે બન્ને સ્ત્રી-પુરુષો, અન્ય ઉપર એટલાં બધાં પ્રેમી બન્યાં, કે જેથી તેઓને સ્નેહબંધ, (નાગરવેલમાં રહેલા ) ગુહ્યનાગની પેઠે અત્યંત એકતાને પ્રાપ્ત થયો. ૨૧ એક દિવસે સૂરદેવની સ્ત્રી મહેલના ગોખમાં બેઠી હતી. તેવામાં દૈવયોગે પિતનપુરના રાજા જિતશત્રુની દૃષ્ટિ તેના પર પડી.૬૨૨ પેલી સ્ત્રીએ પણ મોહજનક લતાની પેઠે રાજાને એટલે બધે મોહિત કર્યો, કે તેનું મન કેવળ તે સ્ત્રીનું સ્મરણ કરવા લાગ્યું.ર૩ ખરું છે કે
बीकटाक्षाः कालकूटं ततो वा विषमा हि ते । उपभुक्ने विषे मोह एषु स्यादीक्षितेष्वपि ॥ २४ ॥ स्नीकटाक्षाः कालकूटादप्येते विषमा यतः । विषेहे विषमीशोऽपि न कटाक्षान् पुनः त्रियः ॥ ६२५ ॥
સ્ત્રીઓના કટાક્ષ હળાહળ ઝેરરૂપજ છે, અથવા ઝેરના કરતાં પણ વિષમ છે-મહા ભયંકર છે. કેમકે, ઝેરને તો ખાવાથીજ બેભાન થવાય છે, પણ સ્ત્રીકટાક્ષને તે માત્ર જોવાથીજ હિત થવાય છે-સારાસારના વિવેકથી અષ્ટ થવાય છે. શાસ્ત્રકારો કહે છે કે સ્ત્રીના કટાક્ષો ખરેખર કાલકૂટ નામના ઝેર કરતાં પણ અતિ વિષમ છે–અતિ દુસહ છે, કેમકે શંકરે કાલકૂટ ગેરેને સહન કર્યું હતું પણ
( ૧૦૪)
For Private and Personal Use Only