________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
મનવાળાં તે ત્રણેની રાત્રિ તથા દિવસ એક ક્ષણની પેઠે સુખેથી પસાર થયો.૬૦ ° તેવામાં રાક્ષસ ત્યાં આવી પહોંચે, તેણે શંખને કહ્યું કે રે રે નરાધમ ! મરવાની ઇચ્છાથીજ તું અહીં આવ્યો છે, માટે તારા ઈષ્ટ દેવનું સ્મરણ કરી લે. ૧૦૧ રાક્ષસનાં એ વચનને શંખકુમાર ઉત્તર આપતો હતો તેટલામાં તે આકાશમાંથી આવીને દેવીએ તે રાક્ષસને મજબૂત જકડી બાંધ્યો અને પૃથ્વી પર ફેંકી દીધે,૦૨ તે જોઈ શખે કહ્યું, “હે દેવિ ! તમે આ શું કર્યું ? મારા હાથની ખરજ તે હજી તેવી ને તેવી જ રહી ગઈ.”૦૩ ત્યારે દેવી બોલી –“ તારા ભાગ્યના પ્રભાવથી જ હું આ કરી શકી છું, જે એમ ન હોય તો રાક્ષસને શિક્ષા કરવામાં મારી શક્તિજ કયાંથી હોય?” ૦૪ પછી પેલે રાક્ષસ બૂમ પાડવા લાગ્યો કે, હે નાથ ! હે દયાળુ ! તમે મને છેડા, ફરી કદી પણ આવું દુષ્ટ કર્મ હું નહિ કરું.૦૫ તે સાંભળી શંખે કહ્યું કે, હે રાક્ષસ ! હું તને જ છૂટે કરું, કે જે, તું મારી સામે યુદ્ધ કરે, કેમકે મને યુદ્ધ કરવાની ઉત્કટ ઈચ્છા છે અને મહાન પુરુષો રણસંગ્રામમાં આવું છળ કદી કરતા નથી. ૬૬ તે વેળા પેલા રાક્ષસે કહ્યું કે, હે દેવ ! હું તમારી દૃષ્ટિએ પડ્યો હતો તે જ સમયે ગતપ્રાણ જેવો થઈ ગયો હતો અને તેથી જ દેવીએ મને બાંધ્યો છે, નહિ તે આ દેવી મારી સામે શા હિસાબમાં છે?૬૦૭ માટે હવે યુદ્ધ કરવાનું મારાથી બની શકે તેમ નથી. અરે એ કુમાર ! મારા પ્રાણ નિકળી જાય છે, માટે તમે મને છોડાવો, આ વખતે જ્યારે એકની દાઢી સળગી રહી છે ત્યારે બીજે જેમ દીવો કરવાની ઈચ્છા કરે તેવું તમે કરે છે. (અર્થાત આ બંધનથી મારા પ્રાણ ચાલ્યા જાય છે ત્યારે તમે યુદ્ધની માગણી કરો છો. ) ૦૮ તે રાક્ષસે એમ કહ્યું એટલે શંખકુમારે તેને બંધનથી છોડાવે. કેમકે સપુસ શાંત
( ૧૦૨ )
For Private and Personal Use Only