________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાત્રદાન વિષે શેખરાજ કથા.
થયેલા શત્રુ ઉપર પણ પ્રેમાળ થાય છે. ૬૦૯ તે પછી કુમારે રાક્ષસને પૂછ્યું કે, હે ભદ્ર! જેમ વીજળી અને વાયુને સમાગમ ન હોય તેમ રાક્ષસ અને માનુષી સ્ત્રીને સમાગમ પણ નજ હેય. છતાં તે આવો વિરુદ્ધ સમાગમ કેમ કરવા ઈચ્છો ?”૬૧° એ પ્રમાણે કુમારે પૂછયું ત્યારે રાક્ષસે પોતાના મસ્તક ઉપર કમળના ડેડાની પેઠે હાથ જોડીને કુમાર આગળ કહ્યું કે, ૬૬૧ હે દેવ ! સામાન્ય એક કીડા પણ કારણ વિના કદી પ્રવૃત્તિ કરતો નથી, તો પછી મારા જેવો દેવ જાતિમાં જન્મેલ અને વિર્ભાગજ્ઞાનવાળો તો કારણ વિના પ્રવૃત્તિ કરે જ કેમ ?૬ ૧૨ હે સ્વામિ ! આ કન્યાનું મેં હરણ કર્યું હતું તેમાં જે કારણ છે તેને તમે એકાગ્ર ચિતે સાંભળો. આ ભરતક્ષેત્રમાં સુગ્રામ નામનું એક ઉત્તમ ગામ છે. એ ગામમાં જે લેકે રહે છે તેઓની પાસે અનેક પ્રકારના બળદો છે, તેમાં અનેક પ્રકારના ધર્મો પણ છે, તેમાં સુવર્ણને ધારણ કરે છે, સદા કાળ અત્યંત પ્રસન્ન રહે છે અને તેઓનાં નેત્રો તથા નામો પણ અત્યંત સુંદર છે. જેથી તેઓ ઈશ્વરને પણ હસી કાઢે છે. મહા સમૃદ્ધિમાન કેાઈ રાજ કરતાં પણ તેઓ વધારે સમૃદ્ધિમાન છે.૧૩-૧૪ તે ગામમાં ધનદેવ નામને એક વાણુઓ રહેતા હતા. તેને વૈભવ મન્નસત્રથી યુક્ત હતું, અને ખરેખર તેની સમૃદ્ધિ જોઈને ઈર્ષાથી દૂષિત થયેલ ધનદ-કુબેર પણ કુબેર-દુષ્ટ વૈરી થયો છે. અર્થાત ધનદેવની ધનસમૃદ્ધિ કુબેરની સમૃદ્ધિ કરતાં પણ અધિક હતી, જેથી કુબેરને ધનદેવ સાથે જાણે વૈર થયું હોય અને તેથી જ તે કુબેર (દુષ્ટ વૈરી) નામનો ધારક બન્યો હોય. ૧૫ એ ધનદેવને સૂરદેવ નામને પુત્ર હતો. તે દેવની પેઠે વિદ્વાનોમાં પ્રિય થઇ પડ્યો હતો અને સંસારરૂપ વનપ્રદેશમાં થનારા પુરુષો રૂપી હાથીઓમાં અલંકારરૂપ હતે. ૧૬ પછી તેના પિતાએ ભાગ્ય
(૧૦૩ )
For Private and Personal Use Only