________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાત્રદાન વિશે શેખરાજ કથા.
કરીને તે દયાળુ કન્યા બોલી કે, સાહસિકામાં મુખ્ય એવો એક રાક્ષસ મને અહીં લાવ્યો છે, તેણેજ સ્વયંવરમાંથી મારું હરણ કર્યું છે, તે પાપી, હમણાં રાક્ષસીપમાં ગયો છે, પણ એકાંતરા તાવની પેઠે હમણુંજ આ નગરમાં આવી પહોંચશે. પ૦-પ૯ કે તમે સર્વ ગુણેથી શ્રેષ્ઠ છે, ઉત્તમગુણવાળા છે અને સાત્તિવક છે તો પણ એ દુષ્ટ તમારું અનિષ્ટ કરશે માટે તમે સત્વર અહિંથી ચાલ્યા જાઓ. ૫૯ રાજકન્યાએ જ્યારે એમ કહ્યું ત્યારે મહાવીર શંખકુમાર બોલી ઉઠયોઃ–“હે સુંદરિ! તું ગભરા મા. મેં રાક્ષસોને શિક્ષા કરવાનેજ આગ્રહ લીધો છે, તે મારું વ્રત છે. ૫૯૩ એ રાક્ષસ, પ્રાત:કાળે અહીં આવે ત્યારે તે પોતે જ આ વાતને પ્રત્યક્ષ જેજે. કેમકે કેાઈ સાધ્ય વસ્તુમાં પ્રત્યક્ષ પ્રમાણથીજ સિદ્ધિ થતી હોય તો તે કયો વિદ્વાન મનુષ્ય અનુમાન કરવાની ઈચ્છા કરે.”? ૫૪ કુમારની આ વાતને અનુમોદન આપતો યક્ષ પણ તે વેળા પ્રત્યક્ષ થઈને બોલ્યો કે, આમાં તારે સંશય કરે નહિ, કેમકે ઈન્દ્ર પિતે પણ આ કુમાર પાસે તુચ્છ છે, તે પછી રાક્ષસો કેણું માત્ર ૫૯૫ હે સુંદરભ્રમરવાળી કન્યા ! જે પુરુષ રમતમાત્રમાં મોટા મેરુપર્વતને ઉપાડી લે તે એક સરસવને ઉપાડે તેમાં શું આશ્ચર્ય ગણાય?પ૯૬ આવા હેતુથી જ જેમ વિષ્ણુએ લક્ષ્મી માટે સમુદ્રમંથન કર્યું હતું તેમ, આ રાજકુમારે તારા માટે આવું અસાધ્ય કર્મ પણ સ્વીકાર્યું છે.૫૯૭ વળી તારે માટે જે કદાચ આનું અશુભ થાય તો પણ તે શુભ થયેલુંજ મનાય, કેમકે રાવણે પણ સીતાને માટે પિતાનાં દશે મસ્તકેને ત્યાગ કર્યો હતો,”૫૯૮ તે પછી લજજાને લીધે ધીમે ધીમે બોલીને નીચા મુખે રાજકન્યાએ કહ્યું કે, મારા પ્રાણજ આ કુમારને અધીન છે, આથી કંઇ વધારે કહેવું તે વ્યર્થ છે.૫૯૯ એ પ્રમાણે પ્રીતિરસના ઉલ્લાસને વશ થયેલાં અને પ્રફુa
( ૧૦૧ ).
For Private and Personal Use Only