________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાત્રદાન વિષે શંખરાજ કથા.
કરતી દવાઓ દ્વારા સૂચવતો હતો કે તે ઈન્દ્રને આશ્રિત નથી; વળી તે, પોતાના પર ફરકતી પતાકાઓથી સ્વર્ગની જણે તર્જના કરતે હોય તેમ લાગતું હતું. ૧૫ એ મંડપમાં હીરા તથા મણિએ રૂપ ચંદ્રને ઉદય જણાતો હતો, સોનેરી-રૂપેરી સતારાઓ રૂપ તારાઓ જણાતા હતા અને અગરની સુવાસથી તેમાં અતિ સુગંધી ફેલાઈ રહી હતી તેથી જાણે એક આકાશપ્રદેશ હેય તે એ શોભતો હતા.૫૫૭ તે સ્થળે માચડાઓ ઉપર સાક્ષાત કામદેવ જેવી શોભાવાળા અનેક રાજપુત્રે તથા મોટા મોટા રાજાઓ સિંહાસન ઉપર બેઠેલા જેવામાં આવતા હતા. તેઓએ દિવ્ય વસ્ત્રો તથા અલંકાર ધારણ કર્યા હતા. તેમાં કોઈ પ્રકારનાં દૂષણ ન હતાં અને તેઓ રાજપુત્રીને જોવાની ઉત્કંઠાથી અત્યંત આતુર થઈ રહ્યા હતા.પપ૯ તેવામાં પોતાના પિતાની આજ્ઞા થવાથી રાજકન્યા, હાથમાં વરમાળા લઈને સ્વયંવર મંડપમાં આવી પહોંચી. તેણીએ વેત ચંદનનું વિલેપન તથા વેત વસ્ત્રો ધારણ કર્યા હતાં, મોતીની માળાઓ વડે તે અત્યંત શોભી રહી હતી, તેણે એક પાલખીમાં બેઠેલી હતી અને તેના સમાન વયવાળી તેની સખીઓ તેની સાથે જ હતી. પ૬૦-૫ ૬ તેને મધ્ય પ્રદેશ પૃથ્વીના મધ્ય પ્રદેશ જે (કટિમેખલાને લીધે) શોભતો હતો, તેના કેશ ઘણુજ સુંદર હતા, તેના શરીર પર સોનેરી-રૂપેરી સતારાઓ પ્રકાશી રહ્યા હતા, જેથી ચળકતા તારાઓવાળી રાત્રિ સમાન તે જણાતી હતી, અને તેની કાંતિ ચંદ્રના જેવી શોભતી હતી. પ૬૨ જેમ સમુદ્રના કિનારા પર ઉત્તમ શંખલાં પડ્યાં હેય, તેમ તેના મુખભાગ પર ઉત્તમ નાક શોભી રહ્યું હતું. જેમાં એક ડાંગરને છોડ તેનાં ઉત્તમ ગુચ્છાથી શોભે તેમ, એ રાજકન્યા સુંદર મસ્તકથી શોભતી હતી અને કૌરવોની સેના, કર્ણ તથા ગાંગેય-ભીષ્મકુમારથી જેમ શોભતી હતી તેમ, એ કન્યા પણ કર્ણ-કાનમાં ગાંગેય-એટલે સુવર્ણના
( )
For Private and Personal Use Only