________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
અલંકારોથી શોભતી હતી. ૫૬૩ એ પ્રમાણે તે અદ્દભુત રૂપવાળી કન્યા, તે સ્વયંવર મંડપમાં આવી કે તુરતજ વરસાદની ધારાઓ જેમ પર્વતની ભૂમિ પર પડે તેમ એકી સાથે સર્વ રાજાઓની દષ્ટિ તેના પર પડી. પ૬૪ પછી તે રાજકન્યા હાથમાં વરમાળ લઈને જેવી સ્વયંવર મંડપમાં ઉભી રહી તેવામાં અકસ્માત કેાઈએ આવીને બાજપક્ષી જેમ ચકલીને લઈ જાય તેમ તેણીનું હરણ કર્યું. ૫૬૫ તે વેળા “જુઓ, જુઓ, આ કન્યા ગઈ” એમ સર્વ રાજાઓ અને અન્ય બતાવી રહ્યા હતા તેટલામાં તો આકાશમાં જેમ વિજળી અદશ્ય થઈ જાય તેમ એ રાજકન્યા એકાએક અદશ્ય થઈ ગઈ. ૫૬૬ રાજ અરિકેસરી પણ પુત્રીનાં હરણથી અત્યંત દુઃખી થયા અને વ્યાકુળ થઇને સર્વ રાજાએ આગળ આવું વચન કહેવા લાગ્યો કે, પ૬૭ હે રાજાઓ ! અને હે લેકે ! જે કે મારી પુત્રીને લાવી આપે તેને હું મારું અધું રાજ્ય તથા તે પુત્રી અર્પણ કરવા તૈયાર છું. પ૬૮ તે સાંભળી રાજાઓ તે જાણે જકડાઈ ગયા હોય તેમ મનજ રહ્યા; એટલે શંખકુમારે ઘણુંજ ઉત્સાહપૂર્વક કહ્યું, “હું તમારી પુત્રીને લાવી આપું.” ૫૬૯ તે સાંભળી રાજાએ કહ્યું, “ હે પુત્ર! ખરેખર, તે મને જીવિતદાન આપવાનું જ જાહેર કર્યું છે, માટે તું હવે સત્વર તૈયાર થા અને રામે જેમ સીતાને આણી હતી તેમ, મારી પુત્રીને તું લાવી આપ.” ૫૭૦ તે વેળા શંખે પ્રતિજ્ઞા કરી કે સાત દિવસની અંદર હું તમારી પુત્રીને જે ન લાવી આપું તે મારા પ્રાણની અગ્નિમાં આહુતિ આપીશ. પછી આવી પ્રતિજ્ઞા કરીને તે, સર્વ રાજાઓની સમક્ષ ત્યાંથી બહાર નીકળ્યો અને તે વેળા સત્વશાળી ઘણું રાજાઓ તેની સામે આશ્ચર્યની સાથે જોઈ રહ્યા. ૫૭૨ પછી તે શંખકુમારે કોઈ એક એકાંત પ્રદેશમાં જઈને પૂર્વે પોતાને વરદાન આપનારી દેવીનું સ્મરણ કર્યું એટલે તે જ સમયે ત્યાં આવીને
For Private and Personal Use Only