________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાત્રદાન વિષે શંખરાજ કથા.
છે, તેમાં પ્રેમનો અંશ પણ હોતો નથી અને તેઓ કેવળ નિર્દયજ હોય છે, ૪૮૩ જેમ એક બળદ, જુદાં જુદાં પ્રત્યેક ઘાસ પર મુખ નાખીને બીજી તરફ ચાલ્યો જાય છે તેમ, પુરુષ પણ સ્ત્રીને ત્યાગ કરીને ચાલ્યો જાય છે, તો પછી પેલા બળદમાં અને પુરુષમાં શો ભેદ રહ્યો ? ૪૮૪ તે સાંભળી પોપટ તેની મશ્કરી કરતા બોલ્યો“વાહ! વાહ! મિયા પંડિતાઈને ડોળ ઘાલી બેઠેલી તને ધિક્કાર છે. કેમકે તે કોઈ એકાદ પુરુષની નિર્ગુણતા ઉપરથી પુરુષની આખી જાતિને દૂષિત ઠરાવી છે. ૪૮૫ ધાર, કે કોઈ એકાદ ઘોડે ખરાબ નીકળ્યો તેથી (ઈન્દ્રને) ઉચ્ચ શ્રવા ઘોડે પણ તેજ હોય, એમ કેમ કહેવાય ? સર્વેમાં કોઈ એક સર્પ ઝેરી હાઈને પૃથ્વીને દૂષિત કરે છે ત્યારે બીજે શેષનાગ પૃથ્વીને ઉદ્ધાર કરી રહ્યો છે–પૃથ્વીને ધારણ કરી રહ્યો છે;૪૮ માટે વિદ્વાન મનુષ્ય, કેઇ એકાદને હલકે જોઈ, તેની આખી જાતિને દૂષિત ગણવી નહિ. કેમકે આપણું પોતાના શરીરમાં પણ સર્વ અંગેની સમાનતા જોવામાં આવતી નથી. ૪૯૭ એ રીતે પોતાના શારીરિક અવયવોમાંજ વિષમતાનું તારતમ્ય જોઈ તું વિચાર કરી લે, અરે ! તે કાઈ પિતા કે પુત્ર પણ નથી કે જે અન્યના ગુણેથી સમાન હોય. ૪૮૮ માટે હે ભોળી રાજપુત્રિ! જેમ વૃક્ષ વિના લતા અને ચંદ્ર વિના ચાંદની આનંદ પામી શકતી નથી તેમ, પતિ વિના સ્ત્રી પણ આનંદ મેળવી શકતી નથી. ૪૮૯ જેમ કે મોતીની માળા, સ્ત્રીના કંઠમાં જ રહેવાને હેઈને પૃથ્વી પર પડી રહેતી હોય તો શોભતી નથી તેમ, કોઈ ગુણવાન સ્ત્રી પણ પતિના આશ્રય વિના કદી શોભતી નથી, ૪૦ જેમ મેધ, નદીઓને સર્વશે ભરપૂર કરી શકે છે તેમ, આ મનુષ્ય લેકમાં સ્ત્રીઓના સર્વ મનોરથને કેવળ તેઓને એક પતિજ પૂર્ણ કરી શકે છે; ભાઈ કે પિતા સ્ત્રીઓના સર્વ મનોરથો પૂર્ણ કરી શક્તા નથી.
(૮૯).
For Private and Personal Use Only