________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
પાસે તે આવે છે.”૫૨૭ ઠીક છે, ત્યારે તે તે મને પણ ભલે દર્શન આપે. એ પ્રમાણે જેવું રાજકુમારીએ કહ્યું કે તુરત જ કુમારે પિતાના મુખમાંથી પેલી અંતર્ધાન થવાની ગોળીને કાઢી નાખી અને તે ત્યાં પ્રકટ થયો.૨૮ તે વખતે સાક્ષાત દેવસમાન તે કુમારને જોઈને તે રાજપુત્રી, આનંદરૂપ રસથી છંટાઈને પૃથ્વીની પેઠે રોમાંચરૂપ અંકુરોથી ખીલી નીકળી. ૨૯ એક ક્ષણવાર તેણીએ લજાથી અસ્થિર ને શખકુમારને જે અને તેથી શંખકુમાર પણ અમૃતના કુંડમાં જાણે કંઠપર્યત મગ્ન થઈ રહ્યો હોય તેવો જણાતો હતે.પ૩૦ તે પછી પોપટે કહ્યું, કે, હે ભદ્રે ! આ તારે પ્રાણપ્રિય, તારા ચિંતનની સાથે જ અહીં આવ્યો છે, માટે હવે તું સમયોચિત કરી લે.પ૩૧ વળી તે વેળા શેખકુમારે પણ સ્નેહ બતાવીને કહ્યું કે, હે સુંદર મુખવાળી ! હું તારે વિષે ઉત્કંતિ છું અને તેં સ્મરણ કર્યું કે તુરત જ અહીં આવ્યો છું. પ૩ર રાજકુમારે એમ કહ્યું એટલે તેણે બેલી:–“હે સ્વામિ! તમે અહીં વિલંબ કરે મા. મને અહીંથી બીજે ઠેકાણે લઈ જાઓ. કેમકે આ વાત જે રાજાના જાણવામાં આવશે તે મોટી ફજેતી થશે. પ૩૩ તે સાંભળી પેલે યક્ષ, પોપટનું સ્વરૂપ છોડીને બોલ્યો કે, “હે કલ્યાણિ ! તારે માટે જ આ મારે પ્રયાસ છે; તો હવે તું સત્વર ચાલ.”૫૩૪ એમ કહીને તે યક્ષે કાઇ પણ મનુષ્યનાં ધનુષ વગેરે આયુધો તથા એક રથ હરી લાવીને સજ્જ કર્યા અને કુમારની આગળ હાજર કપ૩૫ એટલે રાજકુમાર, પિતાની પ્રિયા રતિસુંદરીની સાથે પોતાને મિત્ર જેમાં સારથિ તરીકે થયો હતો તેવા એ રથમાં બેઠે, અને પેલા યક્ષની સાથે નગરમાંથી બહાર નીકળી ગયો.પ૩૪ તેવામાં એ વાત અંતઃપુરની રક્ષિકાઓના જાણવામાં આવી અને તેઓએ રાજા પાસે આવીને જાહેર કર્યું કે, “હે મહારાજ! કેઈએક પુરુષ ક્યાંથી આવીને
For Private and Personal Use Only