________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
સજાને પ્રિયજ હોય છે. પ૧ રાજકન્યાનાં તે વચન સાંભળી પિપટે કહ્યું–“ ખરી વાત, તારે તે પૂર્વ જન્મનો પતિ ખરેખર નિર્ગુણ જ ગણાય અને તેથી તેના પરજ તું અત્યંત દેષ રાખે તે પણ યોગ્ય જ ગણાય. પરંતુ હે ભોસ ! કદાચ કોઈ એક કાયર પુરુષ રણક્ષેત્રમાંથી નાસી ગયે તેથી બીજા કોઈ શરા સુભટને પણ રાજા શું સત્કાર કરતો નથી ? પ૧૩ તેમજ ધાર, કે કે એક માર્ગમાં ચોર લોકોએ એક વટેમાર્ગુને લૂટયો તેથી બીજા કોઈ મનુષ્ય પોતાને કામ હોય તે પણ તે માર્ગમાં શું ન જ જવું?” ૫૧૪ તે પછી પોપટનાં એ અભિપ્રાયગભિત વાક્યો સાંભળીને રાજપુત્રી બોલી“હે પિપટ ! તારામાં ખરેખર સામાન્ય ગુણે નથી.૫૫ માટે તું મને કહે, તું કયા રાજાને, અથવા કયા રાજપુત્રને અથવા કઈ રાજરાણીને પ્રાણપ્રિય થઈ રહ્યો છે”? ૫૪ રાજકુમારીને એ પ્રશ્ન સાંભળી પિોપટ પણ અત્યંત ઉત્સાહમાં આવી ગયો. તેણે કહ્યું કે, હે સુંદરિ! જેનું નામ કાનને સુખ આપનારું હેઈને માંગલિક છે તે રાજકુમાર મારો સ્વામી છે. પ૧૭ પિપટે એમ કહ્યું એટલે રાજકુમારીએ પૂછ્યું “ તે કયો રાજકુમાર?” ત્યારે પોપટ બે –“રત્નપુર નામના નગરમાં નરોતમ નામના એક રાજા છે. તેને શંખ નામનો શ્રેષ્ઠ કુમાર છે.૫૧૮ એ કુમાર સોમ છે ચંદ્ર જેવો સૌમ્ય છે તે પણ દોષા એટલે કેવળ રાત્રિમાંજ શોભાવાળા નથી પણ સર્વ કાળ સુશોભિત છે; વળી તે સૂર છે સૂર્ય જેવો પ્રતાપી છે, તો પણ બીજાઓને તપાવનારો–દુઃખ આપનારે નથી, તેમજ એ કુમાર ઈશ છે-ઈશ્વર-શંકર જેવા સમર્થ છે તે પણ વિરૂપ બેડોળ નેત્રવાળો નથી, અર્થાત શંકર જેવો સમર્થ હોવા છતાં ત્રણ નેત્રવાળા નથી પણ એજ નેત્રવાળે છે, અને તે વિષ્ણુ છે--
વિષ્ણુ જેવો વિજયી છે તો પણ કોઈ મનુષ્યોને દુઃખ આપનાર નથી.
(
ર )
For Private and Personal Use Only