________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાત્રદાન વિશે શખવાજ કથા.
આપી, કે જેમાં મનુષ્યને અદશ્ય કરવાની શક્તિ હતી.૪૪૪ એ ગોળી લઈને કુમારે તે આખી રાત્રિ સિદ્ધની સાથે વાતચીત કરવામાં ગાળી કાઢી, અને સવારમાં તે કઈક નગરની પાસે જઈ પહો . ૪૪પ એ નગરમાં એક સ્થળે ઘણે જ કેલાહલ થઈ રહ્યો હતો અને ઘણા લેકે એકઠા થયા હતા. તે જોઈને કૌતુક સ્વભાવવાળો કુમાર પણ પોતાના મિત્રને તથા યક્ષને સાથે લઈ ત્યાં ગયો. ૪૪ તેની વચ્ચે જઈને તેણે જોયું તે કકડીઓથી ભરેલું એક ગાડું ત્યાં ઉભું હતું અને તેની પાસે જ કોઈએક ધનવાન વાણીઓ ઉભેલો જોવામાં આવતા હતા.૪૪૭ પછી શંખકુમારે કોઈ એક માણસને પૂછયું કે, કેમ ભાઈ ! આ વાણીઓ ચીભડાનો વેપાર કરવાને તો અયોગ્ય દેખાય છે, છતાં ચીભડાના ગાડા પાસે કેમ ઉભે છે?૪૮ પછી પેલા માણસે કહ્યું કે, આ તે એક સાર્થપતિ છે, લગભગ કુબેરના જેવો ધનવાન છે. માત્ર ગમ્મતને માટે ચીભડાં લઇને તે આ પ્રમાણે કહી રહ્યો છે કે, જે માણસ એક ઠેકાણે ઉભો રહીને આ બધી કાકડીઓ ખાઈ જાય તેને હું પૂરેપૂરી એક લાખ સોનામહોર આપું. પણ કાઈ મનુષ્ય આવું કઠિન કામ કરવા સમર્થ થઈ શકતો નથી, જેથી તેના ઉત્તર માટેની જાણે છાયા હોય તેમ, આ સર્વલક અહીં તેની પાસેના ભાગમાં ફર્યા કરે છે.” ૪૪૯-૫૧ તે પછી શખકુમારે સાર્થપતિના વચનને સ્વીકાર કર્યો અને યક્ષની શક્તિને લીધે એક રમતમાત્રમાં તે બધી કાકડીઓને એક કોળીયાની પેઠે ખાઈ ગ.૪૫રે તે જોઈ સર્વ મનુષ્યો તે વિચારમાં જ પડી ગયા અને કહેવા લાગ્યા કે આ તે કાઈ સિદ્ધ હશે, દેવ હશે કે વિદ્યાધર હશે? ખરેખર આવાં અભુત કમેથી સર્વને આશ્ચર્ય કરનારો આ પુરુષ કોઈ સામાન્ય મનુષ્ય નથી.૪૫૩ એ રીતે માણસ કુમારની સ્તુતિ કરી રહ્યાં હતાં તે વેળા પેલે સાર્થપતિ કુમારની પ્રાર્થના કરી
( ૮૫)
For Private and Personal Use Only