________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
ખૂબ રગડવા માંડયો ૪૩૪ એ વેળા વનના બે હાથીની પેઠે તેઓ બન્ને જણ યુદ્ધ કરવા લાગ્યા, અને ત્યાં ઉભેલા રાજકુમારના મિત્ર, યક્ષ તથા યોગીને ભય, વિસ્મય તથા હર્ષાદિના રસને ઉત્પન્ન કરવા લાગ્યા.૪૩પ જાણે બે મલ્લ લડી રહ્યા હોય તેમ, તેઓ બંને પગની આંટી નાખીને હાથ વડે અન્યને બાંધીને તથા મુઠ્ઠીએાના પ્રહાર કરીને એકબીજાને પૃથ્વી પર લટાવી દેવા લાગ્યા અને પછી તે થાક્યા પણ ખરા.૪૩૬ તે વેળા શંખકુમારને એક દાવ હાથમાં આવી ગયો. તેણે તુરત જ પિતાને એ અવસર મેળવી લઈ પેલા રાક્ષસને પગ પકડ્યો અને પોતાના મસ્તકની આસપાસ એક ક્ષણવાર સુધી તેને ભણાવ્યો.૪૩ તે જ ક્ષણે એ રાક્ષસે પિતાનું રાક્ષસી સ્વરૂપ ત્યજી દીધું, અને પિતાના દિવ્યદેહની કાંતિથી દિશાઓમાં ઝળહળાટ કરતી વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી ત્યાં પ્રકટ થઈ.૪૩૮ પછી તે બોલી કે, હે વત્સ! હું વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી છું, મેં તારા સત્વની પરીક્ષા કરવા માટે જ આવું રાક્ષસી સ્વરૂપ ધારણ કર્યું હતું.૪૩૯ હે સાત્વિકેમાં શ્રેષ્ઠ કુમાર ! જેમ ઉત્તમ સુવર્ણ અમૂલ્ય હેય તેમ, તારું સત્ત્વ પણ અમૂલ્ય છે–અપ્રતિરૂપ છે. તેથી હું તારા પર પ્રસન્ન થઈ છું, તને જે કંઈ ઈષ્ટ હોય તે વર તું માગી લે. દેવીએ એ પ્રમાણે કહ્યું, ત્યારે કુમાર બે –“હે દેવિ ! હું જે સમયે તારું
સ્મરણ કરું તે સમયે તું મારી પાસે આવજે.”૪૦-૪૪૧ “સયા” એમ કહીને દેવી અંતર્ધાન થઈ ગઈ. તે પછી પેલે યોગી પણ ઉમે થઇને કુમારને ભેટી પડશે અને પિતાનો સ્વાર્થ પૂર્ણ થવાથી મનમાં પ્રફુલ્લ થઈ તે બોલ્યો કે, હે મહાભાગ! આ સિદ્ધિ તમારી કૃપાથી જ મને પ્રાપ્ત થઈ છે. કેમકે ચંદ્રકાંત મણિમાંથી જે અમૃતસ્ત્રાવ થાય છે તેમાં ચંદ્રની ચેષ્ટા જ કારણભૂત હોય છે. ૪૪૨-૪૪૩ ઇત્યાદિ પ્રશંસા કરીને યોગીએ કુમારને અત્યંત આગ્રહપૂર્વક એક ગોળી
( ૮૪)
For Private and Personal Use Only