________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
હવે એક દિવસે ગુજરાત દેશમાંથી કઇ સાર્થવાહક પોતાના સાર્યની સાથે અઢળક કરી આણું લઈને તે નગરમાં આવ્યો. ૩૭ એક સમયે તે પિતાની દુકાનમાં સ્વસ્થ થઈને બેઠો હતો. ત્યારે સલ્લક્ષણે હર્ષથી અને કૌતુકથી આવી કવાયકા તેને પૂછી. ૨૮ “ તમે કયા દેશમાંથી આવ્યા છે ? તમારો એ દેશ કે ગુણવાન તથા સમૃદિમાન છે? એ દેશમાં જે કોઈ શ્રેષ્ઠ નગર હેય તે વિષે મારી આગળ તમે સંપૂર્ણ વર્ણન કરે.” પછી તે સાર્થપતિએ કહ્યું કે, “ હે મહા બુદ્ધિમાન ! હું ગુજરાત દેશમાંથી આવ્યો છું. ખરેખર, જે મને એકે હજાર જીભ હેય તોજ એ દેશના ગુણોને હું વર્ણવી શકું. ૩૯-૪૦ તે પણ એ દેશના કેટલાએક ગુણનું હું થોડુંકજ વર્ણન કરું છું. કેમકે, ઇન્દ્રની સમૃદ્ધિ જો કે અભુત છે તે પણ તેનું શું વર્ણન કરવામાં આવતું નથી ? * ગુજરાત દેશની ભૂમિ સમગ્ર જાતની ધાન્યસંપત્તિને ઉત્પન્ન કરવામાં સમર્થ છે, ત્યાં પર્વતો ઘણું આવેલા છે, તેને કૂવાઓ તદ્દન સમીપમાં રહેલા જળથી ભરપૂર છે અને તેથી જ તે ભૂમિ કેવળ જળમય છે. વળી તે દેશમાં નારંગી, મોસંબી, જાંબુ, લીંબડા, કદંબ, કેળ, સરગવો, કેક, કરમદાં, ચારોળી, પીલુ, આંબા, સીતાફળ,બહેડાં, બીજોરાં, ખજૂર, દ્રાક્ષ, શેરડી અને ફણસ વગેરેનાં ઝાડ તેમજ રસળી, કેવડો, જાઈ, ચંપ, શેવંતી, માલતી, વાળે, જાસુદ, સમુલ, જૂઈ-વગેરે લતાએ પુષ્કળ છે. ૪૩-૪૫ તારી પાસે હું કેટલાંક વૃક્ષોનાં નામ લઉં, પણ સંક્ષેપમાં એટલુંજ કહી શકાય કે આ પૃથ્વી ઉપર જેટલાં વૃક્ષો ફળવાળા ગણાય અને જેટલાં વૃક્ષો પુષ્પવાળા થાય છે–તેઓ સર્વે તે દેશમાં છે. એટલું જ નહિ પણ એ દેશની ભૂમિમાં એવો ગુણ છે કે જેથી મગ, તુવેર, ડાંગર, અડદ, ઘઉં, જુવાર અને બાજરી-વગેરે સર્વ જાતનાં અન્ન નીપજે છે. ૪૭ એ દેશમાં રહેનાર સર્વ મનુષ્ય, સમુદ્રના પુષ્કળ કિનારાઓ પર
(૪૬)
For Private and Personal Use Only