________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
શ્રાવિકાઓની સમક્ષ પાર્શ્વનાથ ભગવાનના મંદિરમાં મોટા ઉત્સવપૂર્વક શ્રીદેવગુણસુરિએ પોતાના સ્થાન પર સિદ્ધસૂરીને * આચાર્ય કર્યા. ૨પ૭–૨૫૮
તે વેળા સજ્જન આશાધરે એવા પ્રકારનું સંધવાત્સલ્ય કર્યું કે જેથી બીજા સર્વ દર્શની લોકોને વસ્તુપાલનું સ્મરણ થઈ આવ્યું. ૨૬૦ પછી અનુકમે શ્રીદેવગુણસરિ સ્વર્ગમાં ગયા એટલે તેમને જ્યાં સંસ્કાર થયો હતો તે પૃથ્વી પર આશાધરે પગલાં કરાવ્યાં. ૨૬ એ રીતે શ્રીસિદ્ધસૂરિની સ્થાપના કરવાથી સજ્જન આશાધરની લક્ષ્મી, અધિકાધિક વધવા લાગી. ૨૬૫ તે પોતે પણ દેવામાં તથા મનુષ્યમાં પૂજ્ય બની મહાન મંદરાચળ પર્વતની સ્થિતિ ધારણ કરવા લાગ્યો અને યાચકને સર્વ ઇછિત પ્રકારનાં દાન આપવામાં કલ્પવૃક્ષ જેવો થઈ પડ્યો.૨૬૩ તેને ઘેર આચાર્ય મહારાજના બબ્બે સાધુઓ નિર્દોષ ભાત પાણીમાટે યથાસ્ત્રી ભિક્ષાએ જતા હતા ૨૬૪ ઉપરાંત જે સાધુઓ ગચ્છમાંથી બહાર નીકળી જઇને એકલા વિહાર કરતા હતા તેઓની તો તેને ઘેર) કોઈ સંખ્યા કરવાને પણ સમર્થ ન હતો. ૨૬૫ વળી બીજા યોગીઓ, તાપસે, માહ્મણો, રંક મનુષ્ય, કાર્પેટ (એટલે ફાટલાં ટલાં કપડાં પહેરી મુસાફરી કરનાર યાત્રાળુઓ), ભાટ, ચારણે તથા ગવૈયાઓ-એ સર્વને પણ તેઓની ઇચ્છાનુસાર તે આપતા હતા. ૨૬૬ એ રીતે આરાધર યાચકેની આશાને ધારણ કરનાર થઈ પડ્યો અને પોતે સત્વ-વૈર્યપરાક્રમ)-વાળો હોવા છતાં પણ બીજા સર (પ્રાણીઓ)ને ઉપકારક થઈ પડ્યો. ૨૭ તેને રત્નશ્રી નામની પત્ની હતી. તે પણ અત્યંત ભાગ્યશાળી હતી. જેમ આકાશ તથા તારામંડળને પ્રકાશિત
શ્રીબાળચંદ્રનેજ આચાર્ય પદ અર્પણ કરતી વેળા શ્રીસિહરિ એવું નામ આપેલું છે.
For Private and Personal Use Only