________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાત્રદાન વિશે શંખરાજ કથા.
સુગંધવાળાં પુષ્પોના ઢગલાઓ જોવામાં આવતા હતા, અન્ય પાનબીડાં અપાઈ રહ્યાં હતાં, મોટા મોટા હર્ષનાદે ચોતરફ સંભળાઈ રહ્યા હતા, પ્રત્યેક મનુષ્યનાં રોમાંચ વિકસ્વર થઈ રહ્યાં હતાં, સ્ત્રીઓનાં રાસમંડળ વચ્ચે અંતઃપુરના રક્ષક નાજર ઉભેલા જોવામાં આવતા હતા, કંકુથી રંગાઈ ગયેલી પૃથ્વી ઉપર નૃત્ય કરતી વારાંગનાઓના હારમાંથી મેતીઓ તૂટી પડતાં હતાં, તેઓનો દેખાવ પૃથ્વી પર કરેલા સાથીઆ જે જાણતો હતો અને ઉત્તમ શણગાર તથા અલંકારોને સજી રહેલાં સ્ત્રીઓનાં ટોળેટોળાં જેવામાં આવતાં હતાં. ૨૦૮–૩૧૧ પછી દશ દિવસનું વૃદ્ધિસૂતક ઉતર્યું અને પિતાને કુલાચાર પણ બરાબર કરવામાં આવ્યો એટલે સુવાસિની સ્ત્રીઓએ રાજાનું તથા તેના પુત્રનું મંગળ કર્યું. ૩૧૨ પોતાના ગાત્રીઓ, મિત્રો તથા સ્વજનને નેતરીને રાજાએ ભકિતપૂર્વક અને પોતાની સાથેજ ભાતભાતનાં ભેજને જમાડ્યાં. ૩ અને જમાડ્યા પછી પાનબીડાં તથા વસ્ત્રાદિકથી તેઓને સત્કાર કરી, બે હાથ જોડી રાજાએ અમૃત જેવી મધુરવાણીથી પોતાનાં સ્વજને પ્રત્યે કહ્યું કે, આ પુત્ર જ્યારે ગર્ભમાં આવ્યો, ત્યારે સ્વપ્રમાં એની માતાએ વિષના હાથમાંથી શંખ મેળવ્યા હતા, માટે આપ સર્વેની જે સંમતિ હોય તો તેનું “ શેખ ” એવું નામ રાખીએ; ૩૧૪-૩૧૫ “ બહુ સારું, એ ઠીક છે” એમ સર્વ સ્વજનેએ કહ્યું ત્યારે મનમાં પ્રસન્ન થયેલી રાજાની બહેને બાળકના મસ્તક પર અક્ષત નાંખીને તેનું નામ પાડયું. ૩૧ તે પછી કામાભિલાષ જેમ વિષયેચ્છાઓથી વૃદ્ધિ પામે તેમ, એ પુત્ર પાંચ ધાવમાતાઓના પિષણ તળે રહી પિયાવા લાગે અને શરીરે વધવા લાગ્યો. ૩૧૭ જેમ મેરુ પર્વત કઃપવૃક્ષનું લાલન પાલન કરે તેમ, રાજા પણ પોતાના પુત્રને મેળામાં બેસાડી, પ્રીતિરસનું સિંચન કરી આનંદપૂર્વક તેનું પાલન કરવા
(
૧ )
For Private and Personal Use Only