________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
લાગે, ૩૧૮ જેમ સૂર્ય ક્ષણેક્ષણે જુદી જુદી સશિઓમાં સંચાર કરે છે તેમ, એ રાજપુત્ર પણ ક્ષણે ક્ષણે રાજા પ્રત્યે તથા રાણી પ્રત્યે જવા લાગ્યો. ૧૯ જે સમયે ધાવણ ધાવવાની ઉત્સુક્તાથી તે રાજકુમાર સમીપમાં આવતો હતો ત્યારે રાણી તેને બોલાવીને ભેટી પડતી હતી અને તે વેળા તેના મુખરૂપ મદ્યનું પાન કરીને એટલી બધી મૂછિત (મસ્ત) બની જતી હતી કે કોઈ પણ વસ્તુનું તેને સ્મરણ રહેતું ન હતું. ૩૨૦ જેમ બીજને ચંદ્રમા સર્વને આનંદદાયી થાય છે, અને પ્રત્યેક દિવસે એક એક કળાથી વૃદ્ધિ પામે છે તેમ, એ રાજકુમાર પણ સર્વને આનંદદાયક થઈ પ્રત્યેક દિવસે શરીરથી તથા તેજથી વૃદ્ધિ પામવા લાગ્યો.૩૨૧ ક્રમે ક્રમે પગલાં મૂકતાં શીખીને ઘુઘરીઓના શબ્દો સાથે સાથે તે ખેલવા લાગ્યો, જેથી બાળકે સાથે ક્રીડા કરવામાં અજાણ્યા દેવતાઓને પોતે જાણે હસી કાઢતો હોય તેમ લાગતું હતું. તેના પિતાએ પણ પગલાં મંડાવવા સમયનું દાન તથા સૌરકર્મ ( બાળ મોવાળા ઉતરાવવા તે ) વગેરે સર્વ ક્રિયાઓ મેટા ઉત્સવપૂર્વક કરી. ૩૨૩ તે કુમાર વસંત આદિ પિતાના મિત્ર સાથે જેમ કામદેવ ક્રીડા કરે તેમ, સમાન વયના પિતાના મિત્ર સાથે પોતાની ઈચ્છાનુસાર નિરંતર ક્રીડા કરવા લાગ્યો. ૩૨૪તે પછી પોતાના પુત્રને અધ્યયન કરવાને યોગ્ય થયેલો જાણું પિતાએ વિદ્યાભ્યાસ કરવા માટે એક ઉપાધ્યાયને સત્કારપૂર્વક અર્પણ કર્યો. એટલે તે કુમાર પણ તક્ષણે સમગ્ર કળાઓને ગ્રહણ કરવા લાગ્યા અને ઉપાધ્યાયને પોતાને પણ “આ તે શું પૂર્વ જન્મમાંથી જ ભણ આવ્યો હશે ” આવા પ્રકારનું આશ્ચર્ય ઉત્પન્ન કરવા લાગ્યા.' જેમ અગત્યે સર્વ સમુદ્રોને કંઠસ્થ કર્યા હતા (તેઓનું જેમ પાન કર્યું હતું) તેમ, એ કુમાર પણ સર્વ કળાઓને કંઠસ્થ કરી જગતમાં અનંત મહિમાને પ્રાપ્ત થયે-જગતમાં સર્વોત્કૃષ્ટ-સર્વોત્તમ થ.
( ૭૨ )
For Private and Personal Use Only