________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
સ્થિતિ કરી રહ્યા ત્યારે ઇન્દ્રાણી જેમ જયાને જન્મ આપે તેમ પિતાની કાંતિથી દિશાઓને પ્રકાશમાન કરી રહેલા મહાપુણ્યશાળી પુત્રને રાણીએ સુખેથી જન્મ આપ્યો. ૨૮૮-૨૯ તે સમયે ગાલે કુલાવીને નાજરોએ તથા દાસીઓએ રાજા પાસે જઈ સ્પષ્ટ રીતે વધામણી આપી અને તેને પ્રસન્ન કર્યો. ૩૦૦ રાજાએ પણ પોતાને વધામણી આપનારાઓને અનેક પ્રકારનાં ઈનામ આપ્યાં. કેમકે જગતમાં પ્રાણ અને ધન કરતાં પણ પુત્ર આધક હોય છે. એ વેળા તે પુત્રને જન્મ સાંભળી શત્રુઓ પણ હર્ષ પામ્યા. કેમકે તેઓએ માન્યું કે, આ જ્યારે મોટો થશે ત્યારે અમારી યુદ્ધશ્રદ્ધાને પૂર્ણ કરશે. ૩૦૨ શાસ્ત્ર કહે છે કે “ પુર્વ કૃત” ઘી પ્રાણીઓનું આયુષ છે. વળી “ગુડમાધુર્થવ્યતઃ” અર્થાત ગોળની મીઠાશ સર્વોત્તમ છે. આવા હેતુથી રાજાએ પુત્ર જન્મના સમયે પુત્રના આયુષની વૃદ્ધિ માટે તેને ગોળથી આપ્યાં. ૩૩ વળી તે સમયે પાઠશાળાઓના અધ્યાપકે, માટીના મણકાઓથી મૂળાક્ષરનો અભ્યાસ કરતા બાળકના સમુદાયની સાથે રાજા પાસે આવીને રાજાની ગુણપ્રશંસા કરવા લાગ્યા; ૩૦૪ અને રાજ પણ ભેટણ લઈ લઇને આવેલા બીજા રાજાઓને તથા સમગ્ર નગરવાસી લોકોને ખુશાલીનાં દાન આપી સન્માન આપવા લાગ્યો. ૨૫ વળી તેણે કેદખાનામાંથી કેદીઓને છોડી મૂક્યા તેમજ ભાટ ચારણને પણ પુષ્કળ દ્રવ્યની ભેટ કરી તેના પર કૃપા કરી. ૩૬ શહેરમાં પણ દરેક દુકાને તથા દરેક ઘેર માણસે ઉભરાઈ રહ્યાં હતાં અને ધ્વજાઓ ફરકી રહી હતી, તેથી એ નગર રાજાના પુત્રજન્મ સમયે હર્ષથી જાણે નૃત્ય કરતું હોય તેમ લાગતું હતું. ૩૦ એ પ્રમાણે પિતાને ત્યાં પુત્રજન્મ થયે તેથી રાજાએ દશ દિવસ સુધી એવા પ્રકારને ઉત્સવ કર્યો કે જેમાં ઠેરઠેર કપૂરનું ચૂર્ણ વ્યાપ્ત થયેલું જોવામાં આવતું હતું, અતિ
ખાન આપવા
માટે પણ
છે
( ૨૦ )
For Private and Personal Use Only