________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાત્રદાન વિષે શંખરાજ કથા. પછી ત્યાં ભોજન કરીને કુમાર, નંદિ તથા ચંદિ નામના પોતાના બે ગણે સાથે જેમ શંકર જાય તેમ, તેઓ બન્ને સાથે ત્યાંથી આગળ ચાલે. ૩૮૩ માર્ગમાં આકાશ માર્ગે ગમન કરીને યક્ષ, કુમારની દષ્ટિને આનંદ આપવા માટે અનેક પ્રકારની ચેષ્ટાઓ કરી અને તેના મનને આશ્ચર્ય પમાડ્યું. ૩૮૪ વળી તે વેળા કઈ એક મુસાફર રથમાં બેસીને જતો હતો, તેની સ્ત્રીને યક્ષે હરી લઈને અંતહિંત કરી દીધી, ત્યારે પેલે મુસાફર, આકુળવ્યાકુળ થઈને કુમારના પગમાં પડ્યો અને વિલાપ કરવા લાગ્યા કે, હે દેવ ! કેાઈ અલક્ષ્ય પ્રાણીએ મારી સ્ત્રીને હરી લીધી છે. ૩૮૫-૮૬ તે સાંભળી કુમારે હસીને તેને કહ્યું “અલ્યા એ બાયલા! પિતાની સ્ત્રીનું પણ જે તું રક્ષણ કરી શકતા નથી, તે પછી મસ્તક શૂન્ય મનુષ્યનું રાજ્ય ચાલ્યું જાય, એમાં શું આશ્ચર્ય છે?” ૩૮૭ પછી તે વેળા યક્ષ પણ પ્રત્યક્ષ થઈને બોલ્યો – “હે સ્વામી! આ મુસાફર પિતાના ભાતાની સાથે આખો રથ તમને જે અર્પણ કરી દે તે પિતાની શ્રી મેળવે” ૨૮૮ તે સાંભળી કુમારે કહ્યું – “મારે એના રથની કંઈ જરૂર નથી, તું એને એની સ્ત્રી સોંપી દે.” કુમારના એ કહેવાથી થશે તેની સ્ત્રીને પ્રકટ કરી. ૩૮૯ એવા પ્રકારની તે યક્ષની ચેષ્ટાઓ જોઇને કુમારે મનમાં વિચાર કર્યો કે મને આનંદ આપવા માટે આ નાટકી પણ ઠીક મળી આવ્યો છે. ૩૯૦ ફરી પણ માર્ગમાં પિતાના સ્વામીને વિનદ આપવા માટે યક્ષે કેટલીક સ્ત્રીઓને વસ્ત્રરહિત કરી મૂકી અને કેટલીકને કાપી નાખેલા કેશવાળી કરી મૂકી. ૩૧ વળી કોઈ એક મુસાફરના રથને બળદ વિનાનો કરી બળદ વિના પણ વેગથી દોડી જતે બનાવ્યો. ૩૯૨ એ પ્રમાણે તે યક્ષ ભકિતવાળા સેવકની પેઠે કુમારના પરિશ્રમને દૂર કરવા માટે જાત જાતની ચેષ્ટાઓ કરવા લાગ્યો. ૨૯ અને કુમાર પણ તેણે
( ૭૯)
For Private and Personal Use Only