________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઊકેશ ગચ્છની સ્થિતિ.
કરનારી રોહિણીથી નિશાનાથ-ચંદ્ર શોભે તેમ, એ આશાધર રત્નશ્રીની સાથે શોભી રહ્યો હતો. ૨૬૮ એ પ્રમાણે તે આશાધર, પુત્રરહિત એવી પોતાની સ્ત્રી સાથે સાત પ્રકારનાં મુખ્ય ક્ષેત્રમાં સુખેથી દાનાદિવિધિરૂપ ધાન્યની વાવણી કરી રહ્યો હતો. ૨૬૯ એક દિવસે તે આશાધર પૌષધશાળામાં ગયો, અને ત્યાં સિદ્ધસૂરિને વંદન કરી બે હાથ જોડીને બેઠે. ૨૭૦ તે પછી આચાર્ય મહારાજે પોતાની અને
ખલિત વાણીથી સંસારના યથાર્થ સ્વરૂપને દર્શાવનારી ધર્મદેશના કરવાનો આરંભ કર્યો. ૨૭૧
જેમકે –“હે ભવ્ય છે ! આ સંસારમાં ભમી રહેલાં પ્રાણુંએને ધર્મસાધન કરવામાં કારણભૂત મનુષ્યત્વ આદિ સામગ્રી ખરેખર દુર્લભ છે. ૨૨ મનુષ્યજન્મ, આર્યદેશ, ઉત્તમકુળ, ભાવના, ગુસ્ના ઉપદેશનું શ્રવણ, નીરાગિપણું અને વિવેકીપણું-આ સર્વ દુર્લભ સામગ્રી સંપાદન કરીને વિદ્વાનોએ ધર્મ કરવામાં જ ઉદ્યમ કરવો જોઈએ; જેથી સિદ્ધિ સુલભ થાય. ૨૭૩-૧૭૪ એ ધર્મને જિનેશ્વરેએ બે પ્રકારનો કહ્યો છે. એક તો સર્વ પ્રકારે સંપૂર્ણ રીતે સાવધ પદાર્થોને ત્યાગ અને બીજે દેશ–અમુક અંશે સાવદ્ય પદાર્થોના ત્યાગ. ૨૭૫ તેમાં પ્રથમ સર્વ સાવદ્ય ત્યાગ વ્રતધારી સાધુઓથી જ પાળી શકાય છે પણ બીજે દેશતઃ ત્યાગ ગૃહસ્થાશ્રમીઓ પણ કરી શકે છે. ૨૬ પ્રથમ સર્વ સાવઘત્યાગ, જેઓએ સર્વ પ્રકારના સંગને ત્યાગ કરેલો હોય છે તેવા સાધુઓ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ-આ પાંચ મહાવ્રતોઠારા પાળી શકે છે, ૨૭ પણ બીજા દેશતઃ સાવદ્ય સામને અમુક અંશેજ સંગનો ત્યાગ કરી અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ-આ પાંચ અણુવ્રતધારા, દિગ્વિરતિ આદિ ગૃહસ્થાશ્રમીઓના ત્રણ ગુણવ્રતો તથા સામાયિક આદિ ચાર શિક્ષાત્રતોઠારા પાળી શકે છે. આ પ્રમાણે ગ્રહ
( ૬૭)
For Private and Personal Use Only