________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
સ્થાન ઉપર સ્થાપિત કર્યો–આચાર્યપદ અર્પણ કર્યું. પછી પાંચ મુનિઓની સાથે તે પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. ૧૪૫ એક દિવસે ઊકેશ નગરમાં આચાર્ય મહારાજ સમવસર્યા; પણ ત્યાંના કેાઈ મનુષ્ય આચાર્ય મહારાજ ત્યાં રહ્યા છતાં તેમને વંદન આદિ કર્યું નહિ. ૧૪૬ એટલે આચાર્ય મહારાજનું તે અપમાન થયેલું જોઈ શાસનદેવીએ શાસનનું માન જાળવવા ખાતર તેની ઉન્નતિ કરવાને મનમાં વિચાર કર્યો. ૧૪ બીજી તરફ એજ નગરમાં ઊહડ નામને એક શ્રેણી રહેતે હતો. તે ઘણેજ પુણ્યશાળી હોઈને પુણ્ય સંપાદન કરવા માટે કૃષ્ણનું અનુપમ મંદિર કરાવી રહ્યો હતો.૧૪૮ પણ શાસનદેવીએ તે મદિરમાં મૂળનાયક તરીકે બેસાડવાને શ્રી વીરભગવાનની નવી પ્રતિમા તેજ શ્રેણીની ગાયના દૂધવડે તૈયારી કરવા માંડી. ૧૪૯ શ્રેણીની તે ગાય, કે જે ઘડા જેવડા મોટા આઉવાળી હતી તે સાયંકાળે ગાયોના ટોળામાંથી નીકળી જઈને “લાવયહંદ' નામના પર્વતમાં નિત્ય પોતાનું દૂધ અવી આવવા લાગી.૫૦ શ્રેષ્ઠીએ દૂધના અભાવનું કારણ એક દિવસે ગોવાળને પૂછયું એટલે ગોવાળે બરાબર નિશ્ચય કરીને તે વાત શ્રેષ્ઠીને કહી અને પ્રત્યક્ષ સિદ્ધ કરી દેખાડી.૧૫૧ તે પછી શ્રેષ્ઠીએ સમગ્ર દર્શનના બ્રાહ્મણોને બોલાવીને પિતાની ગાયના દૂધને અવી જવાના સંબંધમાં પૂછ્યું, ત્યારે તેઓએ પણ જૂદી જૂદી અનેક રીતે તેનું કારણ કશું;૧ ૫૨ ૫ણ પરસ્પર ભિન્ન થયેલા તેઓના ભાવાર્થને લીધે શ્રેણીનું મન સંશયાકુળ થયું, અને તેની તેજ સ્થિતિમાં લગભગ પાંચ મહિના ઉપર કેટલાક દિવસો વીતી ગયા. ૧૫૩ પેલી તરફ, ત્યાં આવેલા સૂરિ પણ એક માસકલ્પ ત્યાં કરીને બીજી તરફ ચાલ્યા ગયા હતા, પણ પાછળથી એક ચાતુર્માસ બીજે સ્થળે રહીને તેજ સૂરિ પાત્ર ત્યાં આવ્યા.પશ્રેષ્ઠીએ જાણ્યું કે એક સૂરિ નગરના ઉદ્યાનમાં આવીને રહ્યા છે, જેથી તે આચાર્ય પાસે આવ્યા અને પોતાને સંદેહ તેમને
( ૧૬ )
For Private and Personal Use Only