________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
તાપણુ શરઋતુના આ સાત દિવસ તું થોભી જા, તે પછી શુભ મુદ્દર્તિ આપણે તેને લાવીશું. ” ૧૬૭ તે સાંભળી શ્રેષ્ઠીએ કહ્યું કે, આપ મારા પૂજ્ય છે અને આચાર્ય છે માટે આપનું વચન તથા આદેશ તેજ શુભ મુહૂર્ત છે, તો હવે મારી પ્રાર્થનાને આપ સત્વર પૂર્ણ કરે. ૧૬૮ આવા પ્રકારના શ્રેષ્ઠીના અતિઆગ્રહથી ચંચળતા રહિત એવા પણ પૂજ્ય આચાર્ય મહારાજે શ્રેષ્ઠીને સાથે લઈ જ્યાં શ્રીવીરભગવાનની મૂર્તિ હતી ત્યાં ગયાં. ૧૬૯ તે સ્થળે સુવર્ણન સાથીઓ તથા પુષ્પો જોઈને શ્રેષ્ઠીએ પોતે પૃથ્વીને ખાદી અને જિનભગવાનને બહાર કાઢ્યા. ૧૭ પછી જેમના હૃદયસ્થાનમાં લીબુંના ફળ સમાન બે ગાંઠે શોભી રહી હતી તે શ્રી વર્ધમાન જિનેશ્વરને શ્રેષ્ઠી, આનંદપૂર્વક પોતાના દેવમંદિરમાં લઈ ગયો. ૧૭૧ અને પછી પવિત્રબુદ્ધિવાળા તે શ્રેષ્ઠીએ પ્રતિષ્ઠાનાં શુભ લગ્ને શોધાવીને તેમાંથી જે લગ્ન સર્વ પ્રકારના દેથી રહિત હતું તે એક લગ્ન (મુહૂર્ત) ને નિશ્ચય કર્યો. ૧૭૨ માઘમાસના શુકલ પક્ષની પૂર્ણા–પંચમી તિથિને દિવસે બ્રાહ્મમુહૂર્તમાં ગુરુવાર અને ધન લગ્ન હતું ત્યારે, શ્રેષ્ઠી આચા. “મહારાજના કહેવા પ્રમાણે વિધિપૂર્વક પ્રતિષ્ઠાની સર્વ સામગ્રીઓ એકઠી કરવામાં રોકાયો કે તે જ સમયે કરંટક નગરથી સંઘની વિનતિ લઇને કેટલાએક શ્રાવકે ઉતાવળા ઉતાવળા આવ્યા અને તેઓએ આચાર્ય મહારાજના ચરણમાં વંદન કર્યું. ૧૩–૧૭૫ પછી તેઓએ વિનતિ કરી કે, “હે પૂજ્ય મહારાજ ! શ્રેષ્ઠ કારંટક નગરમાં સંધે, શ્રી વીરભગવાનનું નવું મંદિર તથા નવી પ્રતિમા તૈયાર કરાવેલ છે, ૧૭ માટે તેની પ્રતિષ્ઠા કરવા સારૂ સંધે આપને વિનંતિ કરી છે, તે હે ભગવાન ! તે ઉપર લક્ષ્ય આપી આપ પ્રસન્ન થાઓ અને ત્યાં પધારી અમારા મનોરથ પૂર્ણ કરે.” ૧૭ તે વિનતિ સાંભળી આચાર્ય મહારાજે વિચાર કર્યો છે, જે મુહૂર્ત અહિં નકકી કર્યું છે
(૫૮ )
For Private and Personal Use Only