________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨. પરિવાર પણ તેના જેવા જ ધાર્મિક બન્યો હતો. ૧૮૯ શ્રીરત્નપ્રભસૂરિ પણ ત્યાં આવી આવીને ઘણી વાર માસક૫ રહેતા હતા, જેથી તેમના અનેક માસકલ્પ ત્યાં થયા હતા. ૧૯° પૂજ્ય શ્રી રત્નપ્રભસૂરિએ ત્યાં રહી રહીને વાણુઆઓના અઢાર હજાર સંધોને બોધ આપ્યો હતો. ૧૯૧ એક દિવસે આચાર્ય મહારાજે શ્રાવકાને કહ્યું કે, “તમે આ ચંડિકા દેવીનું પૂજન કરે મા. કેમકે પ્રાણીઓને ઘાત કરીને તે હમેશાં પાપિણી થયેલી છે.” ૧૯ તે સાંભળી શ્રાવકોએ કહ્યું કે, “હે પ્રભુ આ દેવી ચમત્કારી છે. જે અમે તેનું પૂજન ન કરીએ તો તે અમારા કુટુંબને તથા અમારે નાશ કરી નાખે. ૧૯૩ ત્યારે આચાર્ય મહારાજે કહ્યું કે, “હું તમારી રક્ષા કરીશ.” પછી સર્વ શ્રાવકે દેવીનું પૂજન કરતા બંધ થયા એટલે તે દેવી ગુરુમહારાજ ઉપર કાપી ઉઠી. ૧૯૪ તેણે નિરંતર ગુરુમહારાજ માટે લાગ જેવા માંડે. એક દિવસે સાયંકાળના સમયે ગુરુમહારાજ ધ્યાન રહિત અવસ્થામાં બેઠા હતા ત્યારે તે દેવીએ તેમના નેત્રોમાં પીડા કરી ૧૫ ગુરુમહારાજ પોતાના જ્ઞાનવડે તે જાણું ગયા કે આ કામ દેવીનું જ છે. પછી તેમણે દેવીને એવી તે જકડી બાંધી કે જેથી ખીલાઓથી જડી દીધેલા શરીરની પેઠે તેને પીડા થવા લાગી. ૧૯તે પોકારી ઉઠી કે, “હે સ્વામિન ! અજ્ઞાનભાવને લીધે મેં આપનો અપરાધ કર્યો છે, માટે ક્ષમા કરે. હું ફરી આ પ્રમાણે કદી નહિ કરું, પ્રસન્ન થાઓ.” ૧૯૭ તે વેળા આચાર્ય મહારાજે તેને પૂછયું કે, “તેં ક્રોધ કેમ કર્યો હતો ?” ત્યારે તે બોલી કે મારા સેવકની તમે રક્ષા કરી હતી, તેથી મેં ક્રોધ કર્યો હતો. ૧૯૮ પછી આચાર્યમહારાજે પૂછયું કે “તને શું ઇષ્ટ છે? ત્યારે તેણે કહ્યું કે, “મને તે કડડા મડડા એટલે માંસ પ્રિય છે.” તે સાંભળી ગુરુમહારાજે કહ્યું કે, “હે દેવિ ! તુ જે મારું વચન કરીશ તે હું તારું પ્રિય કરીશ.” પછી દેવીએ કહ્યું કે, “હે પ્રભુ! મને મારે
મેં કોઇ
જ પૂછ્યું કે
"મને તે
સાંભળ .
For Private and Personal Use Only