________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઊકેશ ગ૭ની સ્થિતિ.
ગુરુમહારાજ બોલ્યા –“એ સમમ વૃત્તાંત કહેવા માટે હું સમર્થ નથી, તેપણ સંક્ષેપમાં તને એ વૃત્તાંત કહું છું, સાંભળ.૩૪
ઊકેશ ગચ્છની સ્થિતિ. આજ અવસર્પિણીમાં ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથના શિષ્ય શુભદત્ત નામના ગણધર થઈ ગયા છે. ૧૩૫ તેમને “કેશિ’ નામના એક શિષ્ય હતા, જેમણે પ્રદેશિ રાજાને બોધ આપી નાસ્તિકધર્મમાંથી જૈનધર્મમાં આ હતા. ૧૩૬ તેમના શિષ્ય સ્વયંપ્રભસૂરિ થયા. એક દિવસે તે મુનીવર, વિહાર કરતા કરતા શ્રીશ્રીમાલ નગરમાં આવ્યા અને તે નગરના ઉદ્યાનમાં માસકલ્પ રહ્યા. ત્યાં અનેક ભવ્ય જીવો સંસારરૂપ વૃક્ષને નાશ કરવા માટે સતત તેમનું ઉપાસના કરવા લાગ્યા. ૧૩–૧૩૮ હવે તેજ સમયે વૈતાદ્યપર્વતમાં મણિરત્ન નામનો એક પ્રખ્યાત વિદ્યાધરરાજા તે વિદ્યાધરોના અવર્યનું પાલન કરી રહ્યો હતો- અર્થાત ત્યાં રાજ્ય કરી રહ્યો હતો. ૧૩૯ એક દિવસે તે દક્ષિણ દિશામાં આવેલા આઠમા દ્વીપમાં નિત્યપ્રકાશિત અંજનપર્વત પર રહેલા શાશ્વતા તીર્થકરોને વાંદવાની ઈચ્છાથી એક લાખ વિમાન સાથે આકાશ માર્ગે જ હતો. તેવામાં નીચે પાંચસો સાધુઓ સહિત સ્વયંપ્રભસૂરિને તેણે જોયા.૧૪-૧૪૧ તુરતજ તેણે વિચાર કર્યો કે, જગમતીર્થનું કદી ઉલ્લંધન કરવું નહિ.” આવો વિચાર કરી આકાશમાંથી તે નીચે ઉતર્યો અને ભક્તિપૂર્વક પ્રણામ કરી દેશના સાંભળવાની ઈચ્છાથી ત્યાં બેઠે. ૧૪૨ આચાર્ય મહારાજે પણ સંસારની અસારતાને જણાવનારી એવા પ્રકારની દેશના આપી કે જેથી તેની બુદ્ધિ સંસારમાંથી વિરક્ત થઇ.૪૩ તેણે પોતાના પુત્રને રાજ્યાસને બેસાડી, સ્વજનની રજા લઇ પાંચસે વિદ્યાધરોની સાથે દીક્ષા લીધી. ૧૪૪ અનુક્રમે તે ગીતાર્થ થયો એટલે આચાર્ય મહારાજે તેને પિતાના
( ૫ )
For Private and Personal Use Only