________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિસટના વંશનું વર્ણન. રહિત થઈને સમાધિ વડે મૃત્યુ પામ્યો. ૧૧૦ એ સમયે તેને પહેલા પુત્ર આસાધર નાની વયનો હતે છતાં પણ પોતે અપારબુદ્ધિવાળે હેવાથી ઘરના ભારને તેણે ઉપાડી લીધે. ખરું છે કે, ધૂંસરી ધારણ કરવાને યોગ્ય થયેલે બળદ શું વયની દરકાર રાખે છે ? ૧૧૧ એક દિવસે આસાધરે પોતાની જન્મપત્રિકા દેવગુપ્તસૂરિને બતાવી અને પ્રશ્ન કર્યો કે, “હે પ્રભુ ! હું ધનવાન થઈશ કે નહિ?" ત્યારે આચાર્યે વિચાર કરીને કહ્યું કે, “હે ભદ્ર ! તું અલ્પસમયમાં જ અપાર ધનને સ્વામી થઇશ, પણ તે મેળવેલા ધનને જે તું ધર્મકાર્યમાં નહિ વાપરે તે એ ધન પિતાની મેળે તારી પાસેથી ચાલ્યું જશે. માટે તું અવિનાશી પુણ્ય કર્મ કરજે.” ૧૧૧૧૪ તે સાંભળી આસાધરે પ્રણામ કરીને ગુરુને કહ્યું કે, “હે પ્રભુ ! મને જે ધન પ્રાપ્ત થશે તો ધર્મ વિના બીજે કોઈપણ સ્થળે તેનો હું વ્યય કરીશ નહિ.” ૧૫આવી પ્રતિજ્ઞા કરીને તે સત્યપુરુષ, તે દિવસથી આરંભી જે કંઈ અલ્પ ધન પણ સપાદન કરતો હતો તે સર્વને ધર્મમાં અર્પણ કરી દેતો હતો. એક દિવસે તે, શ્રીદેવગુપ્તસૂરિને વાંદવા માટે પુણ્યરૂપ હાથીની શાળા સમાન પષધશાળામાં ગયો.૧૧૭ તે વખતે ગુરુમહારાજ દેવવંદન કરતા હતા. તેમને વાંદીને ગુસેવાની ઈચ્છાથી તે ત્યાં બેઠે ૧૮ તે વેળા બીજા સાધુઓ ભિક્ષા લેવા માટે જ્યારે બહાર ગયા, ત્યારે કે એક સાત વર્ષની કન્યા રમતી રમતી એકદમ વેગથી ઉપાશ્રયમાં આવી;૧૯ એટલે તે જ સમયે સત્યકા નામની દેવી તે કન્યાના શરીરમાં દાખલ થઈ, ત્યારે આચાર્ય મહારાજે પિતાના મનમાં જે જે અર્થે ચિંતવ્યા હતા તે સર્વ તે દેવીને પૂછ્યા અને તેણે તેના સર્વ ઉત્તરે પણ કહ્યા. ૨૦ પછી આશાધરે પણ ગુરુને નમન કરી પૂછવું કે “મને ધન પ્રાપ્ત થશે અથવા નહિ થાય, તે વિષે પણ આપ દેવીને પૂછો.”૧૨૧ ત્યારે ગુરુની પ્રેરણાથી તે જગદી
(૫૩).
For Private and Personal Use Only