________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
શ્વરીએ કહ્યું કે, “થોડાજ દિવસમાં આને પુષ્કળ ધન પ્રાપ્ત થશે. પરંતુ આને સદા દક્ષિણ દિશામાંથી જ લાભ થશે, ઉત્તર, પૂર્વ કે પશ્ચિમ દિશામાંથી કદી લાભ થશે નહિ.” એમ કહીને તે સત્યકાદેવી ત્યાંથી અંતર્ધાન થઈ ગઈ એટલે આચાર્ય મહારાજે આશાધરના મસ્તકપર અમંગળને નાશ કરનાર વાસક્ષેપ છાંટો.૧૨૨-૧૨૪ તે પછી સાધુ આશાધરે દેવની વાણી ઉપરથી કુટુંબીઓની સાથે જવું–આવવું કરીને કેટલેક સતત વ્યવહાર (વેપાર-રોજગાર) ચાલુ કર્યો.૨૫ અને અનુક્રમે વેપાર કરતાં કરતાં મંદરાચલથી મંથન કરેલા દક્ષિણ દિશાના સમુદ્રમાં તેણે લક્ષ્મી સંપાદન કરી.૧૨૬ પછી પૂર્વે કહેલાં ગુરુનાં વચનનું સ્મરણ કરી તે સ્વચ્છ અંત:કરણવાળા આશાધરે, પિતાના ધનનો સાતે ક્ષેત્રમાં વ્યય કરવા માંડયો.૧ર૭ અને પછી તો તે લક્ષાધિપતિ બની ગયે, એક દિવસે તેણે શ્રીદેવગુપ્તરિને વિનંતિ કરી કે, “આપ શરીરે હવે અશક્ત થયા છે અને વૃદ્ધાવસ્થાથી ઘેરાયા છે–વૃદ્ધ થયા છે, માટે તમે બીજા કોઈને આચાર્ય પદપર સ્થાપિત કરે. હું, મારા વૈભવ પ્રમાણે તેમાં ધનવ્યય કરીશ. ૧૨૮–૧૨૯ તે સાંભળી આચાર્ય મહારાજે કહ્યું કે, હે પુરુષ! આ ગચ્છની તેવી મર્યાદા નથી. સત્યકાદેવીની આજ્ઞા વિના આ ગરછમાં બીજાને ગુરુ (આચાર્ય) કરી શકાય નહિ. ૩૦ જ્યારે તે દેવી પોતે જ અમને આદેશ આપશે ત્યારે અમે કઈને આચાર્ય કરીશું, તે વિના નહિ૧૩૫ તે સાંભળી આરાધરે પૂછ્યું કે, “ બીજા એક એક ગચ્છમાં ઘણું આચાર્યો કરવામાં આવે છે, તે પછી આપણું ગચ્છમાં એકજ આચાર્ય કેમ હોય ?૧૩૨ માટે હે પૂજ્ય મહારાજ ! આપણું ગચ્છની સ્થિતિ કંઈક અંશે હમણાં મને સંભળાવે. કેમકે એ વૃત્તાંત જાણ્યા વિના મનુષ્ય મઢ જે બની જાય છે.”૧૩૩
(૫૪)
For Private and Personal Use Only