________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેસટના વંશનું વર્ણન.
અલ્પ વ્યવસાય કરે છે તે પણ અખૂટ ધન સંપાદન કરે છે. ૪૮ વળી ત્યાં નાગર (સોપારી) ના ટુકડા તથા નાગરવેલના પાન મિત્રોની પેઠે પ્રાણીઓના મલીન મુખને પણ રંગી આપે છે. ૪૯ તેમજ એ દેશમાં પરબ, કુવા, તળાવ, ગામ અને અન્નક્ષેત્ર વગેરેમાં સ્થિતિ કરનારા કોઈપણ મુસાફરો પોતાની સાથે ભાથું કે પાણી કરી લેતા નથી. ૫૦ તે દેશમાં મુસાફરે ગાઢ વૃક્ષોની પંકિત નીચે ચાલે છે તેથી સૂર્યના તાપથી કદી સંતાપ પામતા નથી. શત્રુંજય, રૈવતક (ગિરનાર) વગેરે તીર્થો પણ એ દેશમાં ઘણું આવેલાં છે,કે જેઓ પોતાનું સેવન કરનાર ભવ્યજીવોને મેક્ષિપદે પહોંચાડી આપે છે. પ૨ વળી સેમિનાથ, બ્રહસ્થાન, મૂળસ્થાન તથા સૂર્યતીર્ય વિગેરે લૌકિક તીર્થો પણ ત્યાં છે.પણ એ દેશમાં કસુંબી તથા મજીઠીઆ રંગથી રંગેલાં અને રેશમથી વણેલાં રંગબેરંગી વને સર્વ મનુષ્ય સદા ધારણ કરે છે. ૫૪ અને ત્યાં પ્રાણુઓના ઉપકારથી, સદાચારથી તથા પ્રિય ભાષાથી વિદ્વાને પ્રસન્ન થાય છે તેથી એ દેશને વિવેકબુહસ્પતિ' એવું ઉપનામ આપે છે. ખરેખર, પૃથ્વી પર જેટલા દેશે છે તેઓ સર્વે એ દેશની સમાનતા કરી શકે તેમ નથી; અને સ્વર્ગને તે મેં જોયું નથી તેથી સ્વર્ગની સાથે પણ એ દેશની સમાનતા હું કેમ કહી શકું?" એ દેશના ગામડાં પણ અતુલ વિભાવવાળાં હેઈને નગરે જેવાં છે અને નગરોની ગણત્રી તો તારી પાસે હું કઈ રીતે કરી શકું તેમ નથી. પણ કેમકે હે શ્રેષ્ઠ સલ્લક્ષણ! એ દેશમાં અણહિલપુર, સ્તંભતીર્ચ-વગેરે સ્વર્ગના જેવાં અસંખ્ય નગરે છે.પ૮
પ્રહાદનપુરનું વર્ણન. હાલમાં એ દેશમાં પ્રહાદનપુર નામનું એક નગર છે. હું માનું છું કે સ્વર્ગમાં પણ એના જેવું કાઈ નગર હશે કે કેમ? એ શંકાસ્પદ છે. ૫૯ એ નગરમાં પુષ્કળ ધન સંપાદન કરવાના સંગે
( ૪૭ )
For Private and Personal Use Only