________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિસટના વંશનું વર્ણન.
જિનેશ્વરના માર્ગમાં રહીને બમણો ઉત્સાહ પ્રાપ્ત થયો. ૨૪ પછી શ્રેષ્ઠી જિનદેવે “
કસૂરિ' નામના પોતાના ગુરુમહારાજને સત્વર બોલાવ્યા અને પિતાના મનોરથને સંપૂર્ણ કર્યો. ૨૫ પછી તે શ્રેષ્ઠીએ કૃતાર્થ થઈને બે હાથ જોડી ગુરુમહારાજને કહ્યું કે, “હે પ્રભુ! હજી મારું આયુષ્ય કેટલું છે, તેને આપ વિચાર કરો. '' ૨૬ તે સાંભળી આચાર્ય મહારાજે વિચાર કરીને કહ્યું કે, “હે જિનદેવ ! તારું આયુષ્ય હવે ત્રણ મહિના બાકી છે. માટે તું ધર્મપરાયણ થા. ” ૨૭ તે પછી તેજ સમયે એકદમ ઉભો થઈ જઇને તથા ગુરુને પ્રાર્થના કરીને તે શ્રેષ્ઠી પિતાનું મૃત્યુ સમીપમાં આવ્યું તેથી ધર્મ કરવામાં ઉદ્યમી થયે. ૨૮ તેણે ગ્ય સમયે આચાર્ય મહારાજને બોલાવીને અનશન વ્રત ગ્રહણ કર્યું અને પ્રાણી માત્રને અભયદાન આપ્યું. ૨૯ એ રીતે નિરતીચારપણે અનશન વ્રત પાળીને તે શ્રેષ્ઠી સ્વર્ગમાં ગયા અને પાછળથી તેના પુત્રે તેની સર્વ મરક્રિયા કરી. ૩૦ તે પછી તેને પુત્ર નાગેન્દ્ર, ઘરના ઐશ્વર્યને પામ્યો અને સમય જતાં સેંકડે બાધાઓથી એક પુત્ર પ્રાપ્ત કરીને તે આનંદ પામે. ૩૧ તેણે પોતાના પુત્રના અવયવોમાં અદ્દભુત લક્ષણે જોઇને ઘણુજ ઉત્સવપૂર્વક તેનું સલક્ષણ એવું નામ પાડયું. તે પછી તે સલક્ષણે સમગ્ર કળાઓને અ૫સમયમાં જ અભ્યાસ કરી લીધે અને વ્યવહાર, આચાર તથા ગુણોમાં પણ તે કુશળ થયો. ૩૩ એટલે તેને પિતા નાગેન્દ્ર, ઘરનો સર્વભાર પુત્ર ઉપર સ્થાપીને તેમજ પોતાના ધનને સાત ક્ષેત્રમાં કૃતાર્થ કરીને સ્વર્ગે ગયો. ૩૪ એ પ્રમાણે પિતા સ્વર્ગે ગયો ત્યારે સુવર્ણ સમાન કાંતિવાળો સાધુ સલેક્ષણ, પિતાના ઘરના વૈભવોને સ્વામી થયો. ૩પ તેની બુદ્ધિ દેવની પૂજામાં તથા આવશ્યક વગેરે ધર્મકર્મમાં નિત્ય આસકત રહેવા લાગી અને ગુરુભકિતમાં તત્પર રહી સુખપૂર્વક તે સુખેથી પિતાનો સમય ગાળવા લાગ્યો. ૩
( ૪૫ )
For Private and Personal Use Only