________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કોઈને આચાર્યપદ પર સ્થાપિત કરવા ઈચ્છતા નથી. તે સાંભળી સમગ્ર સંઘે ફરી વિનતિ કરી કે આપે કહ્યું તે બરોબર છે, પરંતુ અમે વિજ્ઞપ્તિ કરીએ છીએ કે આપે શત્રુંજય તીર્થ ઉપર પ્રતિષ્ઠા કરીને સ્થાવર તીર્થની સ્થાપના કરી. હવે આચાર્ય પદ આપવા વડે જંગમ તીર્થની સ્થાપના આપના હાથે થાય એવી અમારી ઈચ્છા છે. સંઘની વિજ્ઞપ્તિથી પ્રસન્ન થયેલા સિદ્ધસેનસૂરિએ સંવત ૧૩૭૧ ના ફાગણ માસના શુકલ પક્ષની પાંચમના દિવસે મેસગિરિ નામના શિષ્યને આચાર્યપદવી આપી અને તેનું “કસૂરિ' એવું નામ રાખ્યું. ત્યાં રહેલા ધારસિંહ નામના મન્ચીએ સૂરિપદનો મહેસવ કર્યો.
ઉત્સાહપૂર્વક પાંચ દિવસ ત્યાં રહીને સિદ્ધસેનસૂરિ ત્યાંથી નીકળી દેશલના સંઘને શત્રુજ્ય તીર્થે જઈને મળ્યા. હવે દેશ ફરીવાર શત્રુંજય તીર્થની યાત્રા કરીને ગુરુની સાથે પાટલાપુર (પાટડી) તરફ સંઘ સહિત ગમે ત્યાં નેમિનાથનું મંદિર હતું તેને પૂછ ત્યાંથી દેશલ સંઘસહિત સંખેશ્વર તીર્થે ગયા. ત્યાં ભગવાન પાર્શ્વનાથને પ્રણામ કરી તે તીર્થને વિષે મહાદાન અને મહાપૂજા કરી તથા મહાધ્વજા ચઢાવી સંઘ હારિજ ગયો. ત્યાં કાષભદેવ ભગવાનને નમી ત્યાંથી પાટણુ જવા પ્રયાણ કર્યું. અને પાટણની પાસે આવેલા “ઇલા” નામે ગામમાં દેસલે સંઘસહિત પડાવ નાંખ્યો. તે વખતે સંઘસહિત કુશલપૂર્વક દેશલને આવેલા જાણું
પાટણ નિવાસી બધા માણસે સંઘની સામે ગયા સંધને પાટણમાં અને તેઓએ સમરસિંહ અને દેશના ચરણની પ્રવેશોત્સવ. સુવર્ણના પુષ્પોથી પૂજા કરી નમસ્કાર કર્યો. મિત્ર
મિત્રને, બંધુ બંધુને, પિતા પુત્રને એમ બધા જન પરસ્પર આનંદપૂર્વક ભેટયા, અને તેઓએ પોતપોતાના સ્વજનને ગળે પુરુષની માળા નાંખી. “તીર્થથી આવેલા છે માટે પૂજ્ય છે? એમ ધારી લોકેાએ ખૂબ પૂજા સત્કાર કર્યો.
૩૯
For Private and Personal Use Only