________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનદેવનું દુષ્ટાત. કેમકે લેકમાં આપણે જોઈએ છીએ કે, જે વસ્ત્ર જેને પ્રિય હોય છે, તેને તે વસ્ત્ર ઉપરનું વીંટણ પણ પ્રિય જ હોય છે. ૧૪૯ જેમ એક વૃક્ષ અત્યંત નમી પડેલું હોય અને તેથી તેના મૂળ સમીપ ઉભેલ એક ઠીંગણે મનુષ્ય પણ પોતાની મેળે જ તે વૃક્ષનાં ફળને શું સંપાદન કરતો નથી ? તેમાં એ વૃક્ષને શું દૂષણ લાગે છે ?” વળી પણ તે રાણીએ ઈષ્યપૂર્વક કહ્યું કે, “ ખરેખર, આ જગતમાં તમારા જેવો બીજે છ ધૂતારો નથી. કેમકે તમે મારા ચિત્તને વિશ્વાસ ઉપજાવે તેવાં માત્ર વચન જ કહો છે. ૧૫૦-૧૫૧ ધારે કે કોઈ એક મનુષ્ય કઈને કંઈ આપે છે, ત્યારે બીજો કોઈ સામાન્ય મનુષ્ય તેને શું હાથ પકડે છે? મતલબ કે, કલ્પવૃક્ષની પેઠે તમે જે આપવા તૈયાર થાઓ તે તમને કેણ રોકનાર છે ?” ૧૫૨ તે સાંભળી રાજાએ રાણીને ઉત્તર આપ્યો કે, “કાલે સવારે તે તારા ભાઈના અભાગ્યનું ફળ હું તને પ્રત્યક્ષ બતાવીશ, માટે હે દેવિ ! તું ધીરજ ધર, કાપ કર મા.” ૧૫૩ રાણુને એમ કહી રાજાએ પોતાના સાળાને એક બીજોરું આપ્યું કે જેમાં ગુપ્ત રીતે એક રત્ન મૂકવામાં આવ્યું હતું. પણ રાજાના સાળાએ તેની અંદર રહેલા રત્નને જાણ્યું નહિ ૧૫૪ તે તો એ બીજેરૂ લઇને પોતાના ઘર તરફ ચાલી નીકળ્યો અને જતાં જતાં પોતાના મનમાં તેણે વિચાર કર્યો કે, “અહો ! આટલા દિવસ સુધી હું રાજાની પાસે રહ્યો, ત્યારે માત્ર આ એક ફળ તેની પાસેથી હું મેળવી શક્યા. ૧૫૫ ઠીક છે, આ બીજેરૂ વેચીને તેના મુલ્ય વડે આજે હું ભોજન કરીશ. કેમકે, આ બીજેરાને હું ખાઈ જઈશ તે તેથી ભોજન જેવી તૃપ્તિ નહિ જ થાય.” ૧૫૬ મનમાં આ વિચાર કરી તે નિર્ભાગી મનુષ્ય કેઈ એક કાછીઆની દુકાને જઈ તુરત જ તે બીજેફ વેચી નાખ્યું. ૧૫૭ પાછળથી કોઈ એક વેપારીએ મૂલ્ય આપીને તેજ બીજોરું ખરીશું અને રાજાને પ્રસન્ન કરવા માટે તેની
( ૨ )
For Private and Personal Use Only