________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
-
ધનદેવનું દષ્ટાંત. કરવામાં આવી હતી. આવા પ્રકારનું સ્વર્ગના વિમાન જેવું ભવન તૈયાર કરીને તે વિદ્યાધરે, તેમાં અંતઃપુરના (જનાનખાનાના) મહેલ, અશ્વશાળા, હાથીખાનાં, સભામંડપ તથા દુકાને વગેરે સર્વની પણ રચના કરી. ૨૩-૨૨૮ બીજે દિવસે પ્રાત:કાળમાં નગરની બહાર એવા (દિવ્ય) ભવનને જોઇને નગરવાસીઓ વિચારમાં પડી ગયા કે, આવું નગર અકસ્માત અહિં ક્યાંથી આવ્યું તેઓએ રાજાને પણ એ વાત જાહેર કરી, જેથી રાજા પણ ભયભીત થયો. તેણે એ નગરના અકસ્માત આવવા વિષે વિશેષ માહિતી મેળવવા સારૂં બંદિઓને (ભાટ-ચારણોને) વિદાય કર્યા. તે બદિઓ, ઉતાવળા ઉતાવળા ત્યાં ગયા અને તે વિષે સર્વ વાત જાણીને ત્યાંથી પાછા આવી રાજાને કહેવા લાગ્યા કે, “હેમરથ નામને વિદ્યાધર તમને મળવા માટે આવ્યો છે.” તે પછી સમગ્ર–સામગ્રીથી સજજ થઈ રાજા, નગરની બહાર જ્યાં એ વિદ્યાધર હતો ત્યાં એને મળવા માટે ગયો; ૨૨૯-૨૩૨ તે સ્થળે દિવ્ય વસ્ત્રાલંકારથી શોભી રહેલા વિદ્યાધરના પરીવારને જોઇને રાજા વિસ્મય પામ્યો કે, શું આ તે સ્વર્ગ જ પૃથ્વી પર આવ્યું છે ?૨૩૩ વળી તે સમયે ત્યાંની અશ્વશાળાને અને હાથીખાનાને ઘડાઓ તથા હાથીઓથી ભરપૂર જોઈને રાજાએ તુરતજ પિતાના એશ્વર્યના મદને ત્યાગ કર્યો ૨૩૪ તે પછી રાજા, હાથી ઉપરથી ઉતરીને મહેલની અંદર દાખલ થયો અને જળકાંત મણિની બાંધેલી ભૂમિમાં જળની બ્રાંતિ થઈ જવાથી રાજાએ વસ્ત્ર ઉંચા લીધાં. ર૩૫તે જોઈ છડીદારે હસીને કહ્યું કે, “હે રાજા ! આ જળ નથી પણ પૃથ્વી છે. આવી ભ્રાંતિ તમને કેમ થઈ ? શું ઘરની ભૂમિમાં કદી જળ હોય ખરૂં ? ૨૩૬ તે સાંભળી રાજા શરમાઈ ગયો, તેણે આગળ ચાલવા માંડયું, તેવામાં કોઈ એક સ્થળે જાણે જીવતા હોય તે નરદમ રત્નને બિલાડો તેના જોવામાં
( ૯ )
For Private and Personal Use Only