________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનદેવનું દષ્ટાંત.
ન કરે?” ૩૧૪ એમ કહીને તે મુનિના ચરણમાં પડયો અને ધનુષબાણ વગેરે સર્વ શિકારનાં સાધનો ભાંગી નાખી પોતાના ઘર તરફ ચાલી નીકળ્યો. ૩૧૫એ રીતે જયારે તે ઘેર આવ્યો ત્યારે તેની સ્ત્રી પિતાના પતિને માંસ તથા ધનુષબાણ રહિત આવેલ જેઈને પૂછવા લાગી કે, “ આજે તમારી પાસે કંઈ જવામાં કેમ નથી આવતું?” ૩૧૬ પછી તે ધનદેવે તે દિવસે જે વૃત્તાંત બન્યું હતું તે સમગ્ર પિતાની પત્ની આગળ કહી સંભળાવ્યું ત્યારે તેણીએ પણ કહ્યું કે “હે પ્રિય! આપને ધન્ય છે, કે જેથી આપને મુનિને સમાગમ થ.૩૧૭ આપે જે નિયમ લીધો છે તે મને પણ માન્ય છે. આપણે બન્ને જણ મળીને તે નિયમનું પાલન કરીશું.” ૨૧૮ તે પછી તેઓ બને સ્ત્રી-પુરુષ પ્રસન્નચિત્ત નિયમનું પાલન કરવા લાગ્યાં અને શુદ્ધ દ્રવ્ય સંપાદન કરી પિતાને કાળ ગાળવા લાગ્યાં.૧૯ તેઓને એ રીતે કેટલાક કાળ ગયો તેવામાં રાક્ષસની પેઠે લોકને ક્ષય કરનારો ભયંકર દુષ્કાળ પ્રાપ્ત થયો. એ સમયે કઇપણુ મનુષ્ય સુખી જણાતો ન હતા. ૩૨૦ માતાઓ પોતે પણ કેટલીએક બાધાઓ રાખીને મેળવેલા પિતાના પુત્રને છેતરીને એકાંતમાં રહી તુચ્છ અન્ન ખાઈ જતી હતી. ૨૧ પિતાઓ પણ પ્રીતિરીતિને ત્યાગ કરી ઘાસની પેઠે પુત્રને વેચી નાખતા હતા અને તેના મૂલ્યમાં કેટલુંક ધન લેતા હતા. વળી તે સમયે નિધન-રંક મનુષ્ય, દુષ્ટ વાયુના આઘાતથી પૃથ્વી પર પડી ગયેલાં પાપરૂપ વૃક્ષનાં જાણે ફળ હોય તેમ પૃથ્વી પર જ્યાં ત્યાં પડેલાં–રડવડતાં જોવામાં આવતાં હતાં. ૨૩ અને નાગરિકેના પ્રત્યેક ઘેર કારમાં ઉભી રહેલી રંક મનુષ્યોની દીન પંક્તિ, દુઃખના પિકાર કરી રહી હતી, અને પોતાના પાપને જાણે સૂચવી રહી હોય તેવી જણાતી હતી.૩૨૪ એ રીતે કાને સંહાર કરનારે તે દુષ્કાળ ઉપસ્થિત થયો, ત્યારે અન્નના અભાવને લીધે લગભગ ઘણુ મનુષ્પો
પ્રત્યેક થી
રી
(૩૭).
For Private and Personal Use Only