________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૧.
વચનને સત્ય કરીને આટલું પણ તમારું વચન પાળજે.કેમકે સત્યનું પાલન કરવું તેજ પુરુષોને સદા ધર્મ છે.”૩૪ પછી જંત્રસિંહ બોલે –“હે શ્રેષ્ટિ ! આમાં તમે આટલે બધે આગ્રહ શા માટે કરે છે? ભુખ્યા માણસને ભોજન માટે શું પ્રાર્થના કરવી પડે છે?” ૩૪૭ વળી પણ રાજાએ કહ્યું કે, “તમે મારા અતિથિ તરીકે અહીં આવ્યા છે, તેથી પ્રથમથી જ મને માન્યતા હતા પણ હવે તો તમે મને ધર્મોપદેશ આપ્યો તેથી મારા અત્યંત પૂજ્ય બન્યા છે.૪૮ માટે મેં આપેલા ગૃહમાં તમે અહીં જ રહે. હું તમને સર્વનગરવાસીઓના શિરેમણિ કરું છું. તમારે નિત્ય મારી પાસે આવ્યા કરવું.” શ્રેષ્ઠિને એ પ્રમાણે કહીને રાજાએ છડીદાર મારફત સંધને રથયાત્રા કરવાની આજ્ઞા કરી, તેમજ આખા નગરમાં અમારિ ઘેષણ કરાવી દીધી.૩૪૯-૩૫• વળી વેસટ માટે શ્રેષ્ઠ નિવાસગૃહની મંત્રીને આજ્ઞા કરી જેથી તે મંત્રીએ શ્રેણીની સાથે જઈ રાજાની આજ્ઞા પ્રમાણે સર્વ વ્યવસ્થા કરી આપી.૩૫ પછી શ્રેષ્ઠી વેસટ પણ નગરની બહાર રાખેલા પોતાના કુટુંબને ત્યાં લાગ્યો અને રાજાએ આપેલા છન્દ્રભવન જેવા ઘરમાં સુખેથી રહેવા લાગ્યો. ૩૫૨ પછી અન્યોન્યને ત્યાં જવા આવવાથી તથા એકબીજાનાં પ્રિય ભાષણથી રાજા તથા શ્રેછી વચ્ચે કૃષ્ણ તથા બળદેવના જેવી ગાઢ પ્રીતિ ઉત્પન્ન થઈ.૩પ૩ એ રીતે રાજાની કૃપા સંપાદન કરીને પણ વેસટ શ્રેષ્ઠીએ કાઈને કદી કઠોર વચન કહ્યું ન હતું. કેમકે ચંદ્રકાંત મણિ અમૃત વિના બીજી વૃષ્ટિજ કરતું નથી. ૩૫*વેસટને રાજાએ જેમ જેમ માન આપવા માંડયું તેમ તેમ તેણે લેકેનો ઉપકાર કરવા માંડે. જેમ દાખલા તરીકે–ચંદ્રમાને શંકરે મસ્તક પર ધારણ કર્યો, ત્યારે તેણે સર્વને સદા ઉપકાર કરવા માંડ્યો.૩૫૫એ પ્રમાણે સમગ્ર નાગરિકના શિરોમણિપણાને ધારણ કરતો, દાનમાં કલ્પવૃક્ષની બરોબરી કરતો અને પિતાના યશ
( ૪૦ ).
For Private and Personal Use Only