________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈત્રસિંહની હિંસાને ત્યાગ.
લાગ્યું, જેથી તુરતજ તેઓને જાતિસ્મરણ થયું અને મુનિ પ્રત્યે તેઓ બોલ્યા કે,૩૩૫ “આપ ભગવાને અમને જે પૂર્વજન્મનું વૃત્તાંત કહી સંભળાવ્યું તે, હમણા અમને જાતિસ્મરણ થવાથી જાણે પ્રત્યક્ષ હોય તેમ અમારી સન્મુખ જ જણાય છે. માટે હે પ્રભુ ! તમે અમને ગૃહસ્થને યોગ્ય ધર્મને ઉપદેશ કરે, કેમકે મહાદુષ્કર એવા ચારિત્રને અમે ગ્રહણ કરી શકીએ તેમ નથી.”૩૩૭ તે સાંભળી મુનિએ, વિનયનમ્ર એવા તે બન્ને સ્ત્રી પુરુષને, સમ્યક્ત્વના મૂળ કારણરૂપ બાર વ્રતો ગ્રહણ કરાવ્યાં.૩૩૮ એ રીતે તેઓ બન્ને જણ જૈનધર્મને સ્વીકાર કરી મહામુનિને વંદન કરી પોતાના નગરમાં દાખલ થયાં અને મુનિએ પણ બીજી તરફ વિહાર કર્યો. પછી તે દંપતીએ નિરતીચારપણે શુદ્ધ ગૃહસ્થધર્મનું પાલન કરી અંતે અનશન વ્રત ગ્રહણ કર્યું, ૩૪૦ અને તેનું પણ નિરતીચારપણે આરાધના કરી તેઓ બન્ને સ્વર્ગમાં ગયાં. ભવિષ્યમાં ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યાવતાર ગ્રહણ કરી તેઓ મોક્ષે જશે.૩૪૧
જૈત્રસિંહની હિંસાને ત્યાગ. ( વેસટ બેલ્યો-) હે રાજ! એ પ્રમાણે છે કે મનુષ્ય ધનદેવની પેઠે પ્રાણીઓની હિંસા કરતા નથી તથા માંસ ભક્ષણ કરતા નથી તે પણ પુણ્યશાળી થઈ શકે છે. ૪૨ વેસટનું એ વચન સાંભળી જેસિંહ રાજાએ તેને કહ્યું કે, “હે શ્રેષ્ટિ ! હું સદાકાળને માટે માંસભક્ષણને ત્યાગ કરી શકું તેમ નથી, તે પણ હું પોતે, નિરપરાધી પ્રાણીઓને કદી વધ કરીશ નહિ અને મહિનામાં પંદર દિવસ સુધી માંસને પણ ત્યાગ કરીશ.૩૪૩-૩૪૪ત્યારે શ્રેષ્ઠી બોલ્યો કે, “હે પ્રભુ! વાહ! ધન્ય છે તમને ! તમે માત્ર આટલુંજ સાંભળ્યું તેટલામાં તો છેના વધને તમે ત્યાગ કર્યો ૩૪૫ ઠીક છે, તમે તમારા
( ૩
).
For Private and Personal Use Only