________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનદેવનું દૃષ્ટાંત.
જે મનુષ્ય કે માત્ર ૨૩ મારે ભાઈ, પિતા, પુત્ર કે સ્વામી કઈ પણ નથી. મને મારવામાં જંગલી બિલાડાના કાન કાપવા જેવું છે. ૨૯૪ માટે તમે મારા પર ક્રોધને ત્યાગ કરો. કેમકે તમે તે પ્રાણી માત્રને આલંબન આપો છો; તો મારા પર કૃપા કરી સ્વચ્છ મનવાળા થઈને તમે મારી પીઠ પર હાથ મૂકે.” ૨લ્પ તે પછી મુનિ ધ્યાન પારીને-ધ્યાન મુકત થઇને ધનદેવ પ્રત્યે બોલ્યાઃ“અરે ! સાધુઓ તે સ્વભાવિક રીતે જ ક્રોધરૂપ યોદ્ધાને સદા જિતનારા હોય છે. ૨૯૬ જેથી તેઓ પોતાના અપરાધ કરનારા ઉપર પણ કદી ક્રોધ કરતા નથી. હે ભદ્ર! તારા ઉપર તે મારે ક્રોધ કરવાને અવકાશજ કયાં છે ? કેમકે તું તે કેવળ નિરપરાધી છે. ૨૭ જે પ્રાણ કોઈને અપરાધ કરી પશ્ચાતાપ કરે છે તે પણ ક્રોધને પાત્ર નથી–અર્થાત તેના ઉપર પણ કેધ કરો એગ્ય નથી તો પછી તારા નિરપરાધી ઉપર તો ક્રોધ કેમ થઈ શકે ? ૨૮ માટે હે ભદ્ર! ભયને ત્યાગ કરી, શાંત થઈને તું મારું વચન સાંભળ, જેથી જન્માંતરમાં તું કદી દુઃખી ન થાય. ૨૯૯ હે ભદ્ર! તને પોતાને જેવો મૃત્યુથી ભય છે, તેવા જ બીજા પ્રાણીઓને પણ ભય હોય છે, એમ તારે જાણવું. ૩૦૦ અરે ! “તું મરી જા” એમ કહેવા માત્રથી પણ પ્રાણી દુઃખી થાય છે, તે પછી તેના પર તીક્ષ્ણ શસ્ત્રોને પ્રહાર કરવામાં આવે તો દુઃખી થાય, એમાં શું આશ્ચર્ય હોય ? ૩૦૧ એક કોઢીઓ માણસ કાઢથી પીડાતો હોય છે, છતાં પણ મરવાને ઇચ્છતો નથી, તે પછી જે પ્રાણું સુખી હોય છે, તેને તે મરવાની ઈચ્છા કેમજ થાય. માટે સિદ્ધ થાય છે કે, મૃત્યુને ભય સુખીને કે દુઃખીને બન્નેને સમાન જ છે. ૩૦૨ આ સંસારમાં ભાગ લેવાનો સાગ વીજળીના જેવો ચંચળ છે અને જીવન પણ હાથીના કાનની પેઠે અસ્થિર છે, આમ સમજીને મનુષ્યોએ પાપમાં પ્રીતિ કરવી તે યોગ્ય નથી. ૩૦૩
( ૩ )
For Private and Personal Use Only