________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનદેવનું દષ્ટાંત.
ચામડી, ચરબી, મજા, આંતરડાં અને વિષ્ટા વગેરેના પાત્રરૂપ આ શરીર કૃતબ, અસાર તથા અનિત્ય ગણાય છે. ૨૭ર તો પણ માતાના દૂધથી પિષણ પામેલા આ દેહમાંથી કેળના વૃક્ષમાંથી જેમ કેળાં ગ્રહણ થાય છે તેમ, એકજ ફળ અને એકજ સાર ગ્રહણ કરવાનો છે; તે એજ કે ધર્મનું સેવન. ૨૭૩ કેમકે ધર્મથીજ મનુષ્યને આ લેકના તથા પરલોકના સર્વ ઈચ્છિત અર્થો-ભોગ વૈભવ પ્રાપ્ત થાય છે, ૨૭૪ એટલું જ નહિ પણ ધર્મથીજ દેવાંગનાઓએ કરેલા સંગીતથી પ્રસન્નચિત્તવાળા અને ઈચ્છા પ્રમાણે કાર્ય પૂર્ણ કરનારા દેવ થઈ શકાય છે. ૨૭૫ છ ખંડ ભરતક્ષેત્રના અધિપતિઓ, નવ નિધિના ઈશ્વરો આ સર્વ ચક્રવર્તિઓ ધર્મથીજ થયા કરે છે. ૨૬ વળી ચોત્રીસ પ્રકારના અતિશયોથી પ્રકાશી રહેલા આ જિનેશ્વરો પણ ધર્મનાજ પ્રભાવથી જ ત્રણ જગતના મનુષ્યમાં પૂજ્ય થાય છે. ર૭૭ અને સૈભાગ્ય, રૂ૫, તથા પરાક્રમ આદિ પ્રત્યેકના ચિત્તને હર્ષ ઉપજાવનાર જે જે વસ્તુ જગતમાં જોવામાં આવે છે તે પણ ધર્મને લીધેજ છે. ૨૭૮ અરે ! એટલું જ નહિ, ધર્મના પ્રભાવથી જીવ અનંત, સનાતન, નિબંધ અને અતુલ એવા મોક્ષ સંબંધી સુખને પ્રાપ્ત કરે છે. ર૭૯ એ પ્રમાણે હે ભવ્યજીવો! ધર્મના પ્રભાવને જાણીને ભાવ તથા આદરપૂર્વક નિરંતર ધર્મમાંજ લક્ષ્ય આપે. ૨૮૦ વિદ્યાધર હેમરથે ગુરુ પાસેથી એ ધર્મને પ્રભાવ સાંભળીને તેમને નમન કર્યું અને પછી તે બે કે “હે ભગવન્! પૂર્વજન્મમાં તેવું કર્યું પુણ્યકર્મ કર્યું હશે?” ર૮૧
ગુરુ બોલ્યા–“ હે મહાબાહુ! તું તારા પૂર્વજન્મને સાંભળ, જે સાંભળીને તે પોતે પણ પવિત્રાત્મા થઈશ. ૨૮૨
પૂર્વે કુમનામના ગામમાં ભકિક સ્વભાવને એક કુલપતિ હતો. તેનું નામ ધનદેવ હતું. તેને યશોમતી નામની એક સ્ત્રી હતી. એ કુલ
( ૩૩)
For Private and Personal Use Only