________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનદેવનું દૃષ્ટાંત આ તમારી પુત્રી ભાગ્ય સંપત્તિવાળી થઈ છે. ૨૪૮ હે રાજા !
ભગી પુરુષોને સર્વ ઠેકાણે ભોગે પ્રાપ્ત થાય છે” આ પ્રાચીન પંડિતોના સુભાષિતની પરીક્ષા કરવા માટે મેં એ માયા કરી હતી. ૨૪૯ પણ મને આ સ્ત્રીને લાભ થયો તેથી એ વચન સત્ય થયું છે. હે રાજા ! આ મારું વચન અત્યંત પ્રાતતિ સત્ય છે, એમ તમે માને. ” ૨૫૦
વિદ્યાધર રાજાએ જયારે એ પ્રમાણે કહ્યું ત્યારે રાજાનાં રોમાંચ હર્ષથી પ્રફુલ થયાં. તેણે મદનમંજરીને કહ્યું કે, ૨૫૧ “હે વિનયવાળી સુજ્ઞ પુત્રિ ! મેં તારાપર અકૃપા કરી છે-નિર્દયતા વાપરી છે, તે પણ તું તારા પોતાના મનને મારા પર દયાળુ કર, કૃપાળુ કર, અને પ્રસન્ન કર. ૨૫૨ તે સાંભળી પવિત્ર આચારવાળી તે મદનમંજરી બેલી કે, “હે પિતા ! આ તમે શું કહે છે કે તમે તે એવા પ્રકારનું મને વરદાન આપીને ઉલટો મારાપર ઉપકાર કર્યો છે. ૨૫૩ અરે ! જેના સેંકડો ઉપકાર કરીને પણ છોકરાં ત્રણમુક્ત થઈ શકતાં નથી એવા પોતાના પિતાપર એ ક બુદ્ધિમાન મનુષ્ય હોય કે કોધ કરે ?” ૨૫૪ તે વખતે રાજા એકદમ હર્ષમાં આવી જઇને બોલી ઉઠયો કે, “હે પુત્રિ! તું આ પ્રમાણે મને પ્રિય વચન જ કહે છે તેથી ખરેખર કુળવાન છે. જેમકે, સાકરને પીસીને ચૂર્ણરૂપ કરી નાખવામાં આવે તે પણ તે શું કડવી થાય છે ? ર૫૫ હે પુત્રિ! મેં તળમાં અને તે કુળવાન મનુષ્યામાં યાવચ્ચે દિવાકર રેખા મેળવી છે. ૨૫૬ તે પછી હેમરથ વિદ્યાધરે, રાજાને હાથ પકડીને તેને સમજાવ્યું અને તે બન્ને પિતાપુત્રી વચ્ચે પૂર્વની પેઠેજ પરસ્પર પ્રીતિ વધારી આપી.૨૫૭ પછી રાજા, તે વિદ્યાધરને મંદનમંજરીની માતાને મળવા માટે તથા તેને આનંદ ઉપજાવવા માટે સત્વર પિતાના મહેલમાં તેડી ગયા.
( ૩
)
For Private and Personal Use Only