________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૧ કન્યા આપે, તે શું યોગ્ય છે ? રૂપમાં રંભા જેવી આ કન્યા કયાં ? અને ગળતા કાઢવાળે હું ક્યાં ? જેમ હાથણી અને ગધેડાને સમાગમ કદી હોઈ શકે નહિ તેમ, આ કન્યાને અને મારો સમાગમ કદી હાય જ નહિ.” ૧૭–૧૮૦
રાજાએ કહ્યું – “આમાં તારે કોઈ પણ જાતને વિચાર કરવાનું નથી. દેવે જ આ કન્યાને વર તરીકે તને અર્પણ કર્યો છે; માટે તું મારી પુત્રીને પરણ. ૧૮૧ જે તું મારી આજ્ઞાને નહિ માનીશ તો (વિના મેતે) મરણ પામીશ.” તે પછી “બહુ સારૂં” એમ તે કેઢીઆએ કબૂલ કર્યું એટલે રાજા પ્રસન્ન થયો. ૧૮૨ અને તેણે એક ક્ષણ વારમાં પેલી કન્યાના માતાને ઘેર ગાંધર્વ વિવાહની સમગ્ર સામગ્રી તૈયાર કરાવી. ૧૮૩ કન્યાની માતા, આ વિવાહના યથાર્થ સ્વરૂપથી અજ્ઞાત હતી. તેણે તે ઉજજવળ વસ્ત્ર પહેરાવીને તથા હાથમાં કડાં વગેરે ધારણ કરાવીને પિતાની પુત્રીને રાજા પાસે હાજર કરી. ૧૮૪ પછી રાણુએ, જેને કંકણુ વગેરે પહેરાવ્યાં હતાં એવા પેલા કાઢીઆ વરને જોઈને રાજાને પૂછયું કે, કન્યાને પરણનારે વર કયાં છે?” ૧૪૫ એટલે રાજાએ પેલા કાઢીઆને બતાવ્યો કે તુરત જ રાણી મૂછ પામીને ધરણી પર ઢળી પડી. પાછળથી કેટલાએક શીતળ ઉપચાર કરવામાં આવ્યા, ત્યારે તે જાગ્રત થઈ અને આ પ્રમાણે વિલાપ કરવા લાગી. ૧૮૬ અરે ઓ નિર્દય નાય! તમે આ દુષ્ટ ચેષ્ટા થી આરંભી છે? અરેરે ! આવી સદ્દગુણસંપન્ન પુત્રી આવા કેઢીઆ વરને તમે કેમ આપો છો ? હાય ! તમારા ચિત્તમાં શું કઈ ભૂત ભરાયું છે ? અથવા દૈવયોગે તમારી બુદ્ધિ શું નાશ પામી છે કે જે તમે મારા પ્રિય પતિ હોઈને આ રીતે વિપરીત થઈ બેઠા છે? ૧૭–૧૮૮ જેમ સર્પો વિશાળ શરીરવાળા અને કાંચળીથી ઢંકાયેલા હોઈને કુટિલ, ક્રર ચેષ્ટાવાળા, અતિ ભયંકર અને મંત્રોથી
( ૨૪ )
For Private and Personal Use Only