________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનદેવનું દૃષ્ટાંત કર્યું છે, માટે પુત્રી હોવા છતાં મારા શત્રુરૂપ આ કન્યાને કઈક દુ:ખમાં હું નાખી દઉં. કેમકે રાજાઓને પિતાની આજ્ઞાના અપમાન જેવું બીજું કઈ મરણ નથી. અર્થાત પિતાની આજ્ઞાનું અપમાન તે રાજાઓને મરણ કરતાં પણ અધિક દુ:ખદાયી છે. ૧૬૯-૧૭૦ આવો વિચાર કરી રાજાએ તે કન્યાને કહ્યું કે, “હે પાપણિ ! જે કર્મનું જ ફળ સર્વને મળે છે તે તું પણ તારા કર્મનું ફળ ભોગવ.”
૭૧ એ સાંભળી તે મહા બુદ્ધિમાન કન્યા હર્ષપૂર્વક પિતાના પગમાં પડી અને બોલી ઉઠી કે, “પિતાની આજ્ઞા મને માન્ય છે. " ૧૭૨ એમ કહીને તે ત્યાંથી ચાલી ગઈ એટલે રાજાએ કેટવાળને આજ્ઞા કરી કે, “ જે કઈ મનુષ્ય દુઃખીમાં પણ અતિ દુઃખી હોય તેને તું મારી પાસે લાવ.”૧૭૩ રાજાની તે આજ્ઞા થતાં જ કેટવાળ, પ્રણામ કરીને તેવા પુરુષની શોધ કરતે કરતે ચાટામાં આવી ચડ્યો. ત્યાં કાઢીઆના સ્વરૂપમાં રહેલા પેલા વિદ્યાધરને તેણે જે, ૧૭૪ એટલે તેણે વિચાર કર્યો કે, રાજાએ જેવા પુરુષને તેડી લાવવા માટે મને કહ્યું છે તે જ આ પુરુષ દુ:ખી મનુષ્યમાં પણ અતિ દુ:ખી જોવામાં આવે છે. ૧૫ પછી તેણે પિતાના માણસોદારા તેને ઉપડાવીને સાયંકાળના સમયે રાજાની આગળ હાજર કર્યો. રાજા પણ તે કઢીઆને તે અતિદુઃખી જોઇને અત્યંત આનંદ પામ્યો અને તેને આ પ્રમાણે કહ્યું –“ તું મારી કન્યાનું પાણિગ્રહણ કર. કેમકે તે મને પ્રિય છે.” તે સાંભળી કેઢીએ બે –“હે રાજા ! મારા જેવા એક કઢીઆની તમે મશ્કરી શા માટે કરે છે ?” ત્યારે રાજાએ કહ્યું – “ આમાં કંઈ મશ્કરી કરવા જેવું છે જ નહિ. કેમકે તું મારે જમાઈ છે, મારી પુત્રીને પતિ હેઈને મને માન્ય છે, માટે તું મશ્કરીને પાત્ર કદી હેય જ નહિ.” ૧૬-૧૮ પછી કાઠીઓ બોલ્યો -
તમે વિદ્વાન છ-સમજુ છે, છતાં તમને આ વિચાર કેમ સૂઝયો? હું એક કોઢીઓ છું, મરણ પથારીએ પડયો છું, તેને તમે પિતાની
( ૨૩ )
For Private and Personal Use Only