________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૧. ભેટ ધરી, ૧૫૮ રાજાએ બીજોરું હાથમાં લઈ લયપૂર્વક જોવા માંડયું અને તેમાં રત્નના છિદ્ધનું ચિન્હ જેઈ નિશ્ચય કર્યો કે, આ તેજ બીજોરું છે કે, જે મેં મારા સાળાને અર્પણ કર્યું હતું. ૧૫૯ બીજે દિવસે સવારમાં રાજાએ પોતાના સાળાને પૂછ્યું કે, “હે ભદ્ર! મેં તમને જે બીજેરું આપ્યું હતું તેનું તમે શું કર્યું ? ” ૧૬° તેના ઉત્તરમાં તેણે કહ્યું કે, ઘણે લાંબે કાળે જેમ તાડના વૃક્ષ પાસેથી મળે તેમ, એ ફળ તમારી પાસેથી મને મળ્યું, તેનું મારે ભક્ષણ કરવું જોઈએ નહિ, એમ ધારીને મેં તે વેચી નાખ્યું. ૧૬૧ પછી સભા વિસર્જન કરી રાજા અંતઃપુરમાં આવ્યો અને પેલું બીજોરું બતાવી પટરાણીને તેણે કહ્યું કે, ૧૬૨ હે દેવિ ! તારા ભાઈનું અભાગ્ય તું છે. આ બીજોરામાં એક કરોડની કિંમતનું રત્ન મૂકીને મેં તારા ભાઈને ગઈ કાલે આપ્યું હતું. અને તેણે પોતે હાથો હાથ લીધું હતું છતાં તેમાંથી તેણે રત્ન ગ્રહણ કર્યું નહિ પણ બજારમાં તેને વેચી નાખ્યું. જેથી સમુદ્રના તરંગમાંથી નીકળી ગયેલું પ્રાણી પાછું જેમ સમુદ્રમાં આવે તેમ તે બીજેરૂં ફરી મારી પાસે આવ્યું છે. ૧૬૩૧૫ આ રીતે તારા ભાઈનું જ અભાગ્ય છે તેમાં હું શું કરું ? હું તેને વારંવાર આપવાની ઇચ્છા કરું છું પણ તેમાં મને અચિન્ય અંતરાય આવી નડે છે.” ૧૬ પછી રાજાએ તે બીજેરામાંથી રત્ન બહાર કાઢીને રાણુને બતાવ્યું અને રાણીએ પણ તે પ્રત્યક્ષ જોયું એટલે તેજ સમયે રાજાની વાત તેણે માની લીધી.”૧૬૭
માટે હે પિતા ! કોઈ પણ મનુષ્ય, પિતાના કર્મથી અધિક ફળ મેળવી શકતા નથી. આ તમારા સેવકે કેવળ તમારી ચિત્ત વૃત્તિને અનુસરનારા છે, તેથી તમને પ્રિય લાગે તેવું બોલે છે. ૧૪૮ પિતાની પુત્રીનું તે વચન સાંભળી રાજાનું મન કેપથી વ્યાકુળ થઈ ગયું. તેણે મનમાં વિચાર કર્યો કે, સભાની સમક્ષ આ છોકરીએ મારું અપમાન
(૨૨).
For Private and Personal Use Only