________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૧૦ એકાગ્ર ચિત્તે સાંભળો. ૧૩૮ “પૂર્વે કોઈ એક રાજપુત્ર હતા. તે સદ્દભાગ્યથી રહિત હતો. પણ તેની બહેન કેાઈ એક રાજા સાથે પરણી હતી. તેણું રૂપમાં કામદેવની સ્ત્રી રતિને પણ જિતનારી હતી, જેથી પોતાના પતિને પ્રીતિવર્ધક થઈ પડી હતી. બીજી તરફ તેણુને ભાઈ, કે જે ભાગ્યહીન હતો તે પ્રતિદિન અતિ દુઃખી અવસ્થામાં આબે જાતે હતો. ૧૩–૧૪૦ એક દિવસે તે દુઃખી મનુષ્ય પિતાના બનેવી-રાજા પાસે આવ્યો અને જે સૂર્યની સમીપમાં નિસ્તેજ થયેલ ચંદ્ર જણાય તેવો, તે જણાવા લાગ્યો. ૧૪૧ પછી તે પોતાની બહેનને મળે, એટલે તેણુએ પિતાના પતિ સાથે તેને મેળવી આપો. રાજાએ પણ તેનું સન્માન કરી પોતાની સેવામાં તેની યોજના કરી. ૧૪૨ પછી તો પેલો માણસ પણ રાજાની કૃપાથી અને સર્વ સ્થળે જવા આવવાની છૂટ હોવાથી નિત્ય આવ જા કરીને સભામાં સર્વની સાથે જોડાઈ ગયે. અને એવા પ્રકારની સેવા કરવા લાગ્યું કે જેથી રાજા તેના પર પ્રસન્ન થયા. પણ જે સમયે પ્રસન્ન થઈને રાજા તેને કંઈ આપવા માટે તૈયાર થતા હતા તે સમયે જ તેના કોઈ અપુણ્યના ઉદયથી અકસ્માત્ રીતે કેાઈ અંતરાય આવી પડતો હતો, જેથી રાજાનું ચિત્ત બીજે સ્થળે લાગી જતું હતું, તેમજ સભા પણ વિસર્જન થઈ જતી હતી. ૧૪૪–૧૪૫ એ રીતે પૂર્વની પેઠે જ ખેદ પામતો હતો, જેથી પટરાણું પિતાના ભાઇની એ સ્થિતિ જોઇને (એક દિવસે ) રાજાને કહેવા લાગી કે, ૧૪૬ “હે નાથ ! મને લાગે છે કે, હું તમારી પ્રિય પત્ની નથી.” ત્યારે રાજાએ કહ્યું કે, શા ઉપરથી તું એમ કહે છે ? એટલે તેણીએ કહ્યું કે, મારા ભાઈ તમારી પાસે રહેલ છે, છતાં તેને તમે કંઈ આપતા નથી.૧૪૭ જેમ કેાઈ એક મનુષ્ય, જળથી ભરેલા સરોવરને કિનારે બેઠા હોય છતાં તૃષાથી સંતાપ પામે તેમ, મારે ભાઈ તમારી સમીપમાં રહેવા છતાં દુઃખી થાય છે. ૧૪૮ જે હું તમને પ્રિય હોઉં તો મારો ભાઈ પણ તમને પ્રિય હોવો જોઈએ.
(૨૦)
For Private and Personal Use Only