________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૧
સજન સ્તુતિ. પ્રત્યેક વસ્તુના સૂક્ષ્મ તત્ત્વને પ્રત્યક્ષ જોનારી જેઓની બુદ્ધિ, બીજા મનુષ્ય દેથી ભરપૂર હોવા છતાં પણ તેઓ વિષે કેવળ એક સૂક્ષ્મમાં સૂક્ષ્મ પણ ગુણનું જ અવલોકન કરે છે, તે સજજનેની હું સ્તુતિ કરું છું.'
દુર્જનની પણ સ્તુતિ, ખરેખર દુર્જન પણ સ્તુતિપાત્રજ છે. કેમકે તે સ્વાદિષ્ટ–મધુર એવી કવિતારૂપી સાકરમાંથી દારૂપ કાંકરાઓને બહાર કાઢે છે અને તેથી તે ઉપકારક જ છે, તો પછી તેની નિંદા કેમ થઈ શકે?
વસ્તુનિર્દેશ - એ પ્રમાણે નમસ્કાર કરીને શ્રી શત્રુંજય તીર્થરાજનો જે પ્રમાણે ઉદ્ધાર થયો છે, તે વિષેની આ કથાનું હું વર્ણન કરું છું.
જ્યારે સુષમા કાળ હતો તે સમયે એ તીર્થરાજના અનેક ઉદ્ધાર થયા છે અને તેમાં કંઈ આશ્ચર્ય જેવું પણું નજ ગણાય. કેમકે સુવર્ણના ઉત્પતિક્ષેત્રમાં સુવર્ણજ ઉત્પન્ન થાય તે કંઈ આશ્ચર્યજનક નજ હોય–અથત સુષમાકાળ કેવળ ધર્મથીજ ભરપૂર હેય-ધર્મનજ સમય હોય અને તે સમયે તેવાં ધર્મકાર્યો થાય તેમાં કંઈ નવાઈ નથી. પણ આ દુષમકાળ, કે જેમાં ધર્મની કથા પણ પ્રાપ્ત કરવી અશકય છે તેમાં આ સમુદ્ધાર થયો તેજ આશ્ચર્યજનક છે. અરે ! તેજ મરૂભૂમિ (નિર્જળપ્રદેશ)માં કલ્પવૃક્ષના સમાગમ જેવું છે-જેમ નિર્જળ ભૂમિમાં એકાદ વૃક્ષ પણ મળવું અશકય છે છતાં તે સ્થળે કલ્પવૃક્ષની પ્રાપ્તિ જેમ આશ્ચર્ય ઉત્પન્ન કરે તેમ આ દુષમકાળ, કે જેમાં ધર્મનું નામ નિશાન પણ ભાચેજ મળી શકે છે, તેમાં આવું શત્રુંજય સમુદ્ધાર જેવું કાર્ય અને
" (૪)
For Private and Personal Use Only